________________
ત્રયગ્નિ શત્ ગુણવર્ણ ન.
૨૧૫
આ ભરતક્ષેત્રમાં તેજસ્વી પુરૂષો રૂપ રત્નાના સમૂહથી શેાલતી લક્ષ્મીથી ૫રિપૂર્ણ અને પ્રસિદ્ધ થએલી ભાગવતી નામે નગરી હતી. જે નગરીમાં સજ્જનના સમૂહને આકષ કરનાર નિરંતર લક્ષ્મીથી અવિયુકત અને દાનની વાસનાવાળા સમગ્ર નાગરિક લેાક ઘણું કરી પુરૂષોત્તમ (વિષ્ણુ ) જેવા હતા. તે નગરીમાં પાતાની કીર્ત્તિથી સમગ્ર ભારતવર્ષ ને ભરી દેનાર મ્હાટી રાજ્ય લક્ષ્મીરૂપ લતાને પુષ્ટ કરવા માટે મેઘ સમાન, પરોપકાર કરવામાં સિક, અત્યંત ઉદારતાથી કલ્પવૃક્ષને પણ જીતી લેનાર અને નિશ્ચલ ધૈર્ય તેમજ અભ્યુદયથી સમગ્ર મહીમડળને ઉજ્વલ કરનાર ભરત નામે રાજા રાજ્ય કરતા હતા. તે રાજાને પોતાના રૂપથી દેવાંગનાઓના તિરસ્કાર કરનારી અને સઘળા અંતેઉરમાં શ્રેષ્ઠતા ભાગવનારી સુલાચના નામની પ્રિયા ( ભાર્યા ) હતી. તે દ ંપતીને પૃથ્વીરૂપ કમલિનીને આનંદ આપવામાં ચંદ્ર સમાન, નીતિસ ંપન્ન અને વિનયવાન્ મહીચદ્ર નામે પુત્ર હતા. કેટલેાએક કાળ ગયા પછી એક વખત ષિત થએલા શ્રી ભરત રાજાએ ભૂયલ પ્રમુખ કા દક્ષ મંત્રિઓને મેલાવીને કહ્યું કે- હમારે હમેશાં ચિરજીવી મહીચદ્ર નામના આ મ્હારા પુત્રને સઘળા કાર્યોમાં પ્રમાણ તરીકે સ્વીકારવા. અર્થાત્ તેની સલાહ શિવાય કાઇ પણ રાજ્યકાર્ય કરવુ નહીં. તેમજ અસાધારણ પરાક્રમવાળા આપ લોકાએ પણ આ પુણ્યશાલી પુત્રની સહાયતાથી સઘળા રાજ્યકારભાર ચલાવવા. હું પાતે ઘણી સંપત્તિવાળા હાવાથી દીન તેમજ અનાથ પ્રાણીઓના સમુદાયને ૫રોપકાર કરતા હમેશાં સુખપૂર્ણાંક રહીશ. ' કહ્યું છે કે—
याचमानजनमानसवृत्तेः पूरणाय बत जन्म न यस्य ! तेन भूमिरिह भारवतीयं न द्रुमैर्न गिरिभिर्न समुद्रैः ॥ ११ ॥
શબ્દાર્થ :---ખેદ છે કે જેનુ જન્મ યાચક લાકોની મનેાવૃત્તિને તૃપ્ત કરવા માટે નથી તેનાથી આ પૃથ્વી ભારવાળી છે. પરતુ વૃક્ષા, પર્વતે કે સમુદ્ર તેણીને બેજારૂપ નથી. અર્થાત્ સામર્થ્ય છતાં યાચકવર્ગના મનારથે પૂર્ણ નહીં કરનાર મનુબ્યા તેણીને ઓજારૂપ થાય છે. ૫ ૧૬ ॥
પૈસાથી અથવા તેા પ્રાણાથી પણ પરને ઉપકાર કરવાજ જોઇએ. પરાકારથી ઉપાર્જન કરેલુ પુણ્ય સેંકડા યજ્ઞાથી પણ થઇ શકતુ નથી એ પ્રમાણે હૃદયમાં વિચાર કરી રાજ્યની ધુરા પુત્ર ઉપર મુકી તે રાજા વિશ્વમાં નિરંતર ઉપકાર કરવામાં તત્પર થયા. એક વખતે અનેક પ્રકારની આધિવ્યાધિથી પીડાએલા તેમજ અનેક પ્રકારે નિરંતર મૃત્યુરૂપ સિંહથી ગળી જવાતા મનુષ્યાને જોઇ હૃદયની અંદર સંક્રમણુ થએલા તેમના દુ:ખથી દુઃખી થએલે તે કૃપાળુ રાજા મનમાં આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org