________________
શ્રાદ્ધગુણ વિવરણું,
ભાવાં—હે ભાઇ ! તુ પૂર્ણ લક્ષ્મીવાળા હોય તે પણ ગુણાને વિષે અનાદર કરીશ નહિ. ઘડા સંપૂર્ણ હોય તો પણ ગુણ ( દોરી ) છેદાઇ જવાથી કંપની અંદર નીચે પડે છે. અંતરંગમાં ગુણાને ધારણ કરનારા પુરૂષ! જ અન્ય પુરૂષાના હૃદયમાં સ્થિર થાય છે ( વાસ કરે છે. ) એ સમગ્ર અને પુષ્પાની માળાઓ દઢ કરી બતાવે છે. જેમ પુષ્પોની માળાઓ પોતાની અંદર ગુણ ( દોરી ) ને ધારણ કરે છે તેથી તે ખીજાના હૃદય ઉપર આરૂઢ થવાને સમથ થાય છે, તેમજ જે પુરૂષા પેાતાના હૃદયમાં આદાર્યાદિક ગુણાને ધારણ કરે છે, તે પુરૂષો અવશ્ય અન્ય પુરૂષોનાં હૃદયમાં વાસ કરે છે. પ્રથમ સપૂર્ણ ભૂતળને ભૂષિત કરનારા ગુણિ પુરૂષો તે દૂર રહેા, પરંતુ સાંપ્રતકાળમાં જે પુરૂષોને ગુણાની અંદર અનુરાગ છે, તેવા પુરૂષો પણ દુર્લભ છે. વળી જે ધનુષ્ય સગ્રામમાં શત્રુના સૈનિકાની શ્રેણિઓને વિષે પૃષ્ટ દેખાડે છે, જે ધનુષ્ય સંગ્રામમાં જ વક્રતાને ધારણ કરે છે, અને જે કઠોર ધનુષ્ય સંગ્રામમાં કનિ ધ્વનિને ફૂંકે છે, તે તેવા પ્રકારના દોષને ભજનાર ધનુષ્યના ગુણ ( પણચ ) ને ગ્રહણને કરતા આ રાજા પ્રગટપણે વિખ્યાત થએલા ગુણગ્રાહીની સીમારૂપ છે. ગુણુની અંદર પક્ષપાત કરવામાં ન આવે, તે વસુરાજા વિગેરેની પેઠે અનથ જ પ્રાપ્ત થાય છે. હવે ગ્રંથકાર મહારાજ એકવીશમા ગુણની સમાપ્તિ કરતાં ફળ બતાવે છે. જે બુદ્ધિમાન્ પુરૂષના અન્ય પુરૂષોના સદ્ગુણાને ઉલ્લાસ કરનારા છે, તે પુરૂષો સદ્ધના બીજરૂપ સમ્યકત્વને આત્માની અંદર આરેપણુ કરે છે,
૧૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org