________________
સપ્તવિંશતિગુણ વર્ણન.
૧૮૫
શકાય છે. માટે તેના ચિંતન કરવારૂપ સમાધિમાં તત્પર થા. એટલે રત્નાધિષ્ઠાત્રી દેવતા પોતે જ નિશ્ચય કહેશે. આ વાત સાંભળી સાગરદત્ત પણ ત્રણ ઉપવાસ કરી ધ્યાનારૂઢ થયે. તેના દ્રઢ નિશ્ચયથી ખેંચાયેલી શાસનદેવીએ જિનપ્રતિમા સ્થાપના કરવા માટે કહ્યું. હર્ષ પૂર્વક સાગરદત્તે તેની માંગણી કરી. દેવીએ ભગવાન પાર્શ્વ નાથ સ્વામિની સુવર્ણમય પ્રતિમા અર્પણ કરી. કાળક્રમે મુનિને ચેગ મળતાં તેણે પ્રશ્ન કર્યો કે આ પ્રતિમા કોની છે? મુનિ તરફથી જ્વાબ મળ્યો કે વિતરાગની પ્રતિમા છે. સાગરદત્તે ફરી પૂછ્યું કે તે ક્યાં છે? મુનિઓએ જણાવ્યું કે તે પંડવર્ધન દેશમાં છે. આ વાત સાંભળી સાગરદત્ત ત્યાં ગયે. તે વખતે કેવળજ્ઞાનના પ્રકાશથી સાક્ષાત્ સૂર્ય રૂપ શ્રી પાર્શ્વનાથ સ્વામીને સમવસરણમાં બેઠેલા જોઈ તેણે દ્રવ્ય અને ભાવથી પ્રણામ કર્યા. પછી તેણે દેવના સ્વરૂપની પૃચ્છા કરી. તે અવસરે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપ દ્વારા ભગવાન જે જે પ્રકારે દેવનું સ્વરૂપ કહી બતાવે છે, તે તે પ્રકારે વિશેષપણે નિશ્ચચમાં પરાયણ થઈ તેણે વિતરાગને દેવપણે જાણ્યા, અને તત્ત્વવૃત્તિથી વીતરાગમાં રૂચિ પ્રગટ થઈ.
लोगुत्तरा खु एए, भावा लोगुत्तराण सत्ताण । पडिभासते सम्मं, इब्भाण व जच्चरयणगुणे ॥१०॥
શબ્દાર્થ –જેમ જાતિવાળા રત્નના ગુણોની પરિક્ષા ઝવેરી સિવાય બીજાને હેતી નથી, તેમ જે જે અસાધારણ ગુણ લેકોત્તર પદાર્થો હોય છે તેનું લેકેત્તર પ્રાણીઓને સમ્યક પ્રકારે ભાન થાય છે.
ત્યારબાદ તેણે રત્નોથી મંદિર કરાવ્યું અને તેમાં પાશ્વનાથસ્વામિની પ્રતિમા સ્થાપના કરી. હમેશાં ત્રણ વખત પૂજા કરતાં તેને કર્મ રાશી નાશ પામ્યો. એ પ્રમાણે દરેક વસ્તુની ખાત્રી કરવા રૂપ માત્ર એક વિશેષજ્ઞ ગુણથી છેવટે ચારિત્ર ગ્રહણ કરી વિશેષ કિયામાં તત્પર થઈ અનુક્રમે કેવળજ્ઞાન પામી મેક્ષે ગયે.
હવે ગ્રંથકાર ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશ દ્વારા ફળ બતાવે છે– एवविधान् विशेषान् यो विज्ञायात्र प्रवर्तते । स धर्म योग्यतामात्मन्यारोपयति सत्तमः ॥११॥ શબ્દાર્થ:–ઉપર જણાવેલા વિશે જાણી જે પુરૂષ તેમાં અહીં પ્રવૃત્તિ કરે છે; તે જનશિમણી પિતાના આત્મામાં ધર્મની ગ્યતાને આરેપણ કરે છે. ૧૧
| | તિ શર્વિતિતમ પુનઃ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org