________________
૧૮૮
શ્રાદ્ધગુણ વિવરણ. પિષણ કરવામાં આવ્યું હોય તે પણ આખરે પિષણ કરનારને દગો દીધા વગર રહેતું નથી. તેમ કૃતધ્ધ પુરૂષનું પરમાર્થ વૃત્તિથી આજીવિકા વિગેરે પુરી પાડી ગમે તેટલું પોષણ કરવામાં આવ્યું હોય, તે પણ તેના ઉપર ઉપકાર કરનારને ઉપકારને બદલે આપ તે દૂર રહ્યો, પરંતુ અવસર આવે તે દુષ્ટ માણસ દગો દીધા વિના રહેતો નથી. વળી જેમ પર્વત પત્થર, કાંટા, વિકટ ઝાડી, વિષમ માર્ગ અને વ્યાધ્રાદિ કુર પ્રાણીઓનું સ્થાન હોવાને લીધે હમેશાં ભય આપનાર હોય છે, તેમ કૃતન પુરૂષ ઉપકાર કરનારને તમેએ અમુક કાર્ય રાજવિરૂદ્ધ કર્યું છે તેને હું બહાર લાવીશ વિગેરે ખોટી ધમકી આપી હમેશાં ભય આપવામાં બાકી રાખતો નથી. આથી વિપરીત સ્વભાવવાળે કૃતજ્ઞ પુરૂષ તો કઈ વખત પણ ઉપકાર કરનારના ઉપકારને ભૂલતો નથી અને ગમે તેવી આપત્તિ આવી પડે તો પણ સારા ક્ષેત્ર વિગેરેની પેઠે ઉત્તરોત્તર ઉત્તમ ફળનેજ આપનારે થાય છે.
જેની ઉપકાર કરવામાં હંમેશાં બુદ્ધિ છે તે અને બીજે પિતાના ઉપર કરેલા ઉપકારને કદી ભુલતા નથી એવા આ બન્ને પુરૂષને પૃથિવી ધારણ કરે છે, અથવા તે આ બે પુરૂષોએ પૃથ્વીને ધારણ કરી છે. કૃતજ્ઞ પુરૂષે થોડા ઉપકારને પણ ઘણો કરી માને છે, જેમકે જંગલમાં ક્ષીરામલકને આપનાર ભીલને રાજાએ મહાન ઉપકાર માન્યો હતો, તેનું દ્રષ્ટાંત નીચે મુજબ છે.
વસંતપુરનગરમાં જિતારી નામને રાજા હતા. એક વખત સભામાં બેઠેલા રાજાને દ્વારપાલે વિજ્ઞપ્તિ કરી કે હે રાજન? બહુ દૂર દેશથી આવેલો સુવર્ણની છડી જેના હાથમાં છે એ એક ઘેડાને વેપારી દરવાજા ઉપર ઉો છે. આ પ્રમાણે કહે છતે રાજાએ તેને સભામાં બેલાવ્યો. તે સોદાગર રાજાને પ્રણામ કરી રાજાની આજ્ઞામળતાં આસન ઉપર બેઠે. એટલે રાજાએ પુછયું કે હે ભદ્ર? કયા
ક્યા દેશના કયા કયા નામવાળા કેટલી સંખ્યાવાળા કયા કયા ઘેડા લાગે છે તે કહી બતાવ. ઘોડાના વેપારીએ જણાવ્યું કે-કેબેજ, સિંધુ, પારસ અને વાલ્હીક વિગેરે દેશના અને કર્ક, શ્રીવત્સ, ખુંગાહ, સેરહ, કિયાહ, હરિત, દુદવાહ, કુલાઈ, નીલ, હલાહ, કવિલ, અષ્ટમંગળ અને પંચભદ્ર વિગેરેનામવાળા ઘડાઓ છે. હે રાજન વિશેષ શું કહું? એકેક જાતિના સો સો ઘડાઓ છે. અને તે સઘળા સર્વ લક્ષણે થી શાભિત તેમજ કેળવાએલા છે. ત્યાર બાદ રાજા મંત્રીવિગેરેની સાથે જોવા માટે ઘોડાઓની જગ્યા ઉપર ગયે. ત્યાં સઘળા ઘડાઓ જોયા. તેમાંથી કોઈ એક લક્ષણયુક્ત ઘડા ઉપર પરીક્ષા કરવા માટે પોતે જ સ્વાર થયે, અને તેની પાસે પાંચ પ્રકારની ગતિ કરાવી વેગની પરીક્ષા વખતે કાનની વચ્ચે હો કે તરતજ ત્યાંથી ઉછળે અને એવી ગતિથી ચાલ્યા કે એક પ્રહરમાં બાર જન નિકળી ગયે. આ ઘોડે વિપરીત શિક્ષા પામેલ હશે એમ ધારી રાજાએ લગામ છોડી દીધી ને ઘેડે ત્યાંજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org