________________
૨૦૨
શ્રાધગુણ વિવરણ.
ઈચ્છા કરે છે તે હાલહલ ઝેર ખાઈ જીવવાની ઈચ્છા બરોબર છે. વખતે નિકાચિત આયુષ્ય હોવાથી ઝેર જીવિતને નાશ ન કરી શકે એ કદાચિત્ બનવાજોગ છે, પરંતુ હિંસા કરનારને હિંસાથી ધર્મ થે તો દૂર રહ્યો પણ નારકીનાં અતિ ભયંકર દુઃખનો અનુભવ કરવો પડે છે માટે જિનેશ્વર ભગવાને શ્રાવકને જીવદયા પાળવા માટે જે નિયમો બતાવ્યા છે, તે પ્રમાણે તેનું પાલન કરવા દરેક સુખાભિલાષી પ્રાશુઓએ તત્પર થવું જોઈએ. એકલા જેનેજ અહિંસાને ધર્મનું મૂળ કારણ માને છે એમ નથી. પરંતુ આર્યાવર્તના તમામ દર્શનવાળા “હિંસા પરમો ધર્ષઃ ” આ મહા વાક્યને માન્ય કરી અહિંસાને ધર્મનું પ્રધાન અંગ સ્વીકારે છે. તે માટે કહ્યું છે કે – ददातु दानं विदधातु मौनं वेदादिकं चापि विदांकरोतु । देवादिकं ध्यायतु सन्ततं वा न चेद्दया निष्फलमेव सर्वम् ॥२॥
શબ્દાર્થ – દાન આપે,મન ધારણ કરો, વેદાદિક અથવા તો બીજા ગમે તે શાને જાણે અને નિરંતર દેવાદિકનું ધ્યાન કરે પરંતુ જો એક દયા નથી તો ઉપર ખતવેલું સઘળું નિષ્ફળ છે એટલે રાખમાં ઘી હોમ્યા બરાબર છે. ૨
વિવેકી પુરૂષ દયા પણ પોતાના આત્માની પેઠે કરે. તે માટે કહ્યું છે કે – प्राणा यथाऽऽत्मनोऽभीष्टा भूतानामपि ते तथा । आत्मौपम्येन भूतानां दयां कुर्वीत धर्मवित् ॥३॥
શબ્દાર્થ –જેમ પોતાના પ્રાણે અભીષ્ટ છે, તેમ પ્રાણી માત્રને પણ પિતાના પ્રાણ અભીષ્ટ છે. માટે ધર્મજ્ઞ પુરૂષે પિતાની પેઠે બીજા પ્રાણીઓની દયા કરવી જોઈએ. અર્થાત પિતાના પ્રાણે જેવા બીજાના પ્રાણ ગણું તેનું રક્ષણ કરવું જોઈએ. | ૩ |
कृपानदीमहातीरे सर्वे धर्मास्तृणाङ्कराः । तस्यां शोषमुपेतायां कियन्नन्दन्ति ते चिरम् ॥ ४ ॥ શબ્દાર્થ –કૃપારૂપ નદીના કિનારા ઉપર સઘળા ધર્મો એકરારૂપ છે. જ્યારે તે નદી સુકાઈ જાય ત્યારે તે અંકુરા કેટલા કાળ સુધી ટકી શકવાના ? અર્થાત જ્યાં બીલકુલ દયાને છાંટે પણ નથી તે દયાના આધારે રહેનાર ધર્મનું અસ્તિત્વ ક્યાંથી હોય? | ૪ |
निजप्राणैः परप्राणान् ये रक्षन्ति दयोज्ज्वलाः । द्वित्रास्ते सुरसंस्तुत्या दुर्लभाः पुण्यपूरुषाः ॥५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org