________________
ત્રયચિંશત ગુણવર્ણન.
૨૩૧ अभ्यर्थ्यन्ते नवजलमुचः केन वा वृष्टिहेतो
जात्यैवैते परहितविधौ साधवो बद्धकक्षाः॥३॥ શબ્દાથ–પરને ઉપકાર કરવાને, પ્રીતિજનક બોલવાને અને વાસ્તવિક સ્નેહ કરવાને સજ્જન પુરૂષોને આ સ્વભાવ હોય છે. જેમકે ચંદ્રને કેણે શીતળ કર્યો છે? કેઇએ નહીં પરંતુ તે તેને જાતિ સ્વભાવજ છે. ૨સૂર્ય જગતના અંધકારને શું કેઇના હુકમથી દૂર કરે છે? વૃક્ષને માર્ગમાં છાયા કરવા માટે શું કેઈએ અંજલિબંધ કર્યો છે? નવીન મેઘો વૃષ્ટિ માટે શું કેઈએ અભ્યર્થના કરી છે? કેઈએજ નહીં, કિન્તુ પિતાના જાતિસ્વભાવથી જ તે શ્રેષ્ઠ પુરૂષ પરનું હિત કરવામાં તત્પર થાય છે. ૩
અહીંયા ચાર પ્રકારના મનુષ્યો હોય છે. તેમાંથી કેટલાક પ્રયજન શિવાય પપકાર કરનારા અને કેટલાએક પરોપકાર કરનારને બદલો આપનાર આ બન્ને પુરૂષે ધર્મને લાયક છે. આથી વિપરીત બીજા બે ધર્મને લાયક ગણાતા નથી. તે આ પ્રમાણે છેते तावत्कृतिनः परार्थनिरताः स्वार्थाविरोधेन ये
ये च स्वार्थपरार्थसार्थघटकास्तेऽमी नरा मध्यमाः। तेऽमी मानुषराक्षसाः परहितं यैः स्वार्थतो हन्यते
ये तु नन्ति निरर्थकं परहितं ते के न जानीमहे ॥ ४॥
શબ્દાર્થ –જેઓ પિતાના સ્વાર્થને બાધ ન આવે તેવી રીતે બીજાનું કાર્ય કરવામાં તત્પર હોય છે તે પ્રથમ પંક્તિના સપુરૂષો કહેવાય છે. વળી જેઓ પોતાના અને પરના સ્વાર્થને સાધવાવાળા હોય છે, તે પુરૂષો મધ્યમ ગણાય છે તેમજ જેઓ પોતાના સ્વાર્થને લીધે બીજાના હિતનો નાશ કરે છે, તે પુરૂષ મનુષ્યરૂપ રાક્ષસ ગણાય છે. અર્થાત આવા પુરૂષોને કનિષ્ઠ કહેવામાં આવે . અને જેઓ પિતાના મતલબ શિવાય પરના હિતને નાશ કરે છે, તેઓને કેવા કહેવા તે અમે જાણતા નથી? અર્થાત તેવા પુરૂષોને મધમાખધમ કહેવા જોઈએ. ૪ क्षुद्राः सन्ति सहस्रशः स्वभरणव्यापारमात्रोद्यताः
स्वार्थों यस्य परार्थ एव स पुमानेकः सतामग्रणीः । दुष्पुरोदरपूरणाय पिबति स्रोतःपतिं वाडवो
जीमूतस्तु निदाघसंभृतजगत्सन्तापव्युच्छित्तये ॥ ५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org