________________
એકત્રિશતગુણ વર્ણન.
૨૦૩ શબ્દાર્થ-જે દયાળુ પુરૂષ પોતાના પ્રાણેએ કરી બીજાના પ્રાણનું રક્ષણ કરે છે તેવા દુર્લભ તેમજ દેવતાઓથી સ્તુતિ કરાએલા પવિત્ર પુરૂષે બે ત્રણ અર્થાત ગણ્યા ગાંઠ્યા હોય છે. તે એ છે
જેમ વિક્રમાદિત્ય નામનો રાજા હતો. તેની કથા આ પ્રમાણે છે –
એક વખતે અધથી હરણ કરાએલે અને તૃષાથી પીડિત થએલે વિક્રમ રાજા અરણ્યમાં પાણીની તપાસ કરતા હતા. તેટલામાં કોઈએક ગુફામાં કાદવવાળા તલાવડાની અંદર ખુંચી ગએલી અને દુર્બળ એવી એક ગાય તેના જેવામાં આવી. આ સુથી ખરડાએલી આંખોવાળી ગાયે પણ રાજાને જેઈ બરાડા પાડ્યા. તે સાંભળી દુ:ખિ થએલા પ્રાણીઓનું રક્ષણ કરવામાંજ ધ્યાન આપનાર રાજાએ પણ તેને બેહાર ખેંચી કાઢવા માટે અનેક ઉપાયે કર્યો પરંતુ કોઈ પણ રીતે ગાય બહાર નીકળી શકી નહીં અને રાત્રિ થઈ ગઈ. તેટલામાં કોઈ પણ સ્થળથી એચિતે એક ભૂખે સિંહ તે ગાયનું ભક્ષણ કરવા માટે આવ્યા અને સિંહનાદ કરવા લાગ્યું. તે જોઈ દયાથી સ્નિગ્ધ હદયવાળો વિક્રમરાજા વિચાર કરવા લાગે કે–જે આ દુર્બળ અને ભયથી વ્યાકુળ થએલી ગાયને હું અહિંયા મૂકીને ચાલ્યા જઈશ તે આ ગાથને સિંહ જલદી મારી નાંખશે. દુર્બળ, અનાથ, ભયભીત હૃદયવાળા અને બીજાઓથી પરાભવ પામેલા સઘળા પ્રાણીઓને આશ્રય પાર્થિવ જ હોય છે. તે હેતુથી મહારા પ્રાણીને નાશ થાય તે પણ મારે આ ગાયનું રક્ષણ કરવું જોઈએ. એ પ્રમાણે વિચાર કરી તલવારને ઉગામી ગાયની પાસે ઉભો રહ્યો. રાત્રિમાં ટાઢ અને ભયથી ગાય કંપવા લાગી એટલે રાજાએ પોતાના વસ્ત્રોએ કરી તેણને ઢાંકી દીધી. આ તરફ સિંહ ગાયની સામે ફાળો મારે છે. રાજા તેને તલવારથી ડરાવે છે. એવા પ્રકારનો વૃત્તાંત થએ છતે તે ઠેકાણે વડ ઉપર બેઠેલો એક પોપટ બોલે છે કે-હે માલવેશ્વર ! પિતાના સ્વભાવેજ આજ કે કાલ મરી જનાર આ ગાયને માટે હારા પિતાનાં પ્રાણોને ક્યા માટે અર્પણ કરે છે? હારી ઈચ્છા પ્રમાણે અહીંથી ચાલ્યા જા અથવા તો આ વડ ઉપર જલદી ચડી જા. રાજાએ તેના ઉત્તરમાં જણાવ્યું કે-હે શુકરાજ ! તમારે આ પ્રમાણે બોલવું ન જોઈએ. કેમકે--બીજાના પ્રાણાએ કરી પોતાના પ્રાણોનું રક્ષણ સઘળા પ્રાણીઓ કરે છે. પરંતુ પિવાના પ્રાણીએ કરી બીજાના પ્રાણોનું રક્ષણ કરનાર એક જીમૂતવાહન જ છે. જેમ સૂર્યના ઉદય થવાથી સૂર્યકાંત મણીઓ કાંતિયુક્ત થાય છે, તેમ એક દયાથીજ સત્ય વિગેરે તમામ ગુણો ફળયુક્ત થાય છે. અર્થાત્ સૂર્યકાંત મણીઓ સૂર્યના અસ્તિત્વ સિવાય પિતાના ગુણોને પ્રકાશમાં લાવી શકતી નથી તેવી રીતે સઘળા ધર્મોમાં પ્રધાનપદ ભેગવનારી દયા શિવાય સત્ય પ્રમુખ ગુણો સ્કુરાયમાન થતા નથી. તેમજ ધર્મરૂપ કલ્પવૃક્ષનું બીજ; સમગ્ર જગતના પ્રાણીઓને સુખ આપનાર અને અનંત દુઃખને નાશ કરનાર જે કઈ હોય તો તે એક દયાજ છે. એક નાયક વગરનું સૈન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org