________________
એકેનિત્રિશતગુણ વર્ણન.
૧૯૩ સાક્ષી આપવી, બીજાનું અન્ન ખાવું, ધમી ઉપર દ્વેષ રાખ, દુર્જન ઉપર પ્રેમ રાખ અને પ્રાણીઓ ઉપર નિર્દયતા રાખવી એ સવે હે મહાદેવ (શિવ) મને દરેક જન્મમાં પ્રાપ્ત ન થાઓ.
ઉભય લેક વિરૂદ્ધ નીચે પ્રમાણે છે– द्यूतं च मांसं च सुरा च वेश्या पापर्द्धि चौर्य परदारसेवा । एतानि सप्त व्यसनानि लोके घोरातिघोरं नरकं नयन्ति ॥२॥ इहैव निन्द्यते शिष्टैर्व्यसनासक्तमानसः । मृतस्तु दुर्गतिं याति गतत्राणो नराधमः ॥३॥
શબ્દાર્થ-જૂગાર ખેલ, માંસનું ખાવું, મદિરાનું પાન કરવું, વેશ્યાગમન કરવું, શિકાર કરે, ચોરી કરવી, અને પરસ્ત્રીગમન કરવું એ સાત લેકમાં વ્યસન ગણાય છે. અને તે ભયંકરમાં ભયંકર નરક પ્રત્યે મનુષ્યને ખેંચી જાય છે. છે ૨ બસનેમાં આસકિત રાખનાર આ લોકમાંજ શ્રેષ્ઠ પુરૂષથી નિંદાય છે. અને શરણ રહિત તે નરાધમ મરીને દુર્ગતિમાં જાય છે. ૩
અહીં અભિપ્રાય આ પ્રમાણે છે. ઉપર જણાવેલાં લેકેને પરા.મુખ કરવામાં કારણભૂત આ લોક, પરલોક અને ઉભય લેક વિરૂદ્ધ કાર્યોને ત્યાગ કરનારાજ લોકપ્રિય થાય છે. અને વિશેષધર્મને (ગૃહસ્થને ) અધિકારી પણ તેજ થઈ શકે છે.
અથવા ઉત્તમ, મધ્યમ અને અધમરૂપ લોક તેને જે વલ્લભ એટલે માન્ય હોય તે લેક વલૂભ કહેવાય છે. તે પુરૂષ પિતાની પેઠે હિતકાર્યમાં જોડનાર, માતાની પેઠે વાત્સલ્ય (નિષ્કપટપ્રેમ) કરવામાં તત્પર, સ્વામીની પેઠે સર્વ ઠેકાણે રક્ષા કરનાર, ગુરૂની પેઠે સર્વકાર્યમાં પુછવા લાયક, આફત આવી પડતાં યાદ કરવા લાયક અને સર્વ ઠેકાણે સર્વકાર્યોમાં સુખ અને દુઃખમાં અભયકુમારની પેઠે સહાય કરનાર હોય છે. તેમાં સર્વ ઠેકાણે યથાયોગ્ય વિનય, હિતકારી ઉપદેશનું આપવું અને બીજાના કાર્યોનું કરવાપણું વિગેરે ગુણો વડે પ્રાપ્ત થનાર ધર્મની યોગ્યતાનું મુખ્ય સાધન જનવલૂભતા ગણાય છે. તે વિષયમાં શ્રી અભયકુમાર મંત્રિનું ઉદાહરણ નીચે લખી બતાવવામાં આવે છે –
નવલાખ ગામેથી મનહર એવા મગધદેશમાં રાજગૃહ નામનું નગર છે ત્યાં સભ્યપ્રકારે સમ્યકત્ત્વને ધારણ કરનાર શ્રેણિક નામનો રાજા હતા. વિનયવાન, વિવેકી, ત્યાગી, કૃતજ્ઞ, કૃપાળુ, અને નીતિ, પરાક્રમ અને ધર્મને મૂર્તિમાન
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org