________________
જ
અષ્ટવિંશતિગુણ વર્ણન.
૧૮૭ શમાં વેલડી ફેલાતી નથી, તેમ ઘણે ઉપકાર કર્યા છતાં પણ ખલ પુરૂષમાં મિત્રતા ટકી શકતી નથી. ૩
અહીં તાત્પર્ય એ છે કે, કૃતનને ઘણી પ્રકારની આપત્તિમાંથી બચાવ્યો હોય, પૈસાની મદદ કરી હોય આ લોક અને પરલેકના હિત માટે હિતશિક્ષા આપી હાય, એ સિવાય ઘણો ઉપકાર કર્યો હોય, છતાં ઉપકાર કરનારને બદલે વાળ તે દૂર રહ્યો પણ તેનાં છિદ્રો જોઈ તેના ઉપર આપત્તિ લાવવામાં પણ ચુકતો નથી. કૂતરે તો એક વખત જેનું અન્ન ખાય છે તેના ઘરની ચોકી ભરે છે, કેઈ અજાણ્યા માણસને ઘરમાં દાખલ થવા દેતું નથી, ચેરેથી પણ બચાવ કરે છે તેથી જ ગ્રંથકારે કૃતગ્નને કૂતરાની બબરી કરવાને લાયક પણ ગણ્યો નથી અને તે વાસ્તવીક છે.
આ લોકમાં ઉપકારને એળવનાર, ઉપકારને જાણનાર, ઉપકારનો બદલો વાળનાર અને કારણ શિવાય ઉપકાર કરનાર એમ ચાર પ્રકારના પુરૂષ હોય છે. તે માટે કહ્યું છે કે-- अकृतज्ञा असंख्याताः संख्याताः कृतवेदिनः ।
તોપરિ સ્તવ દિત્રા નીવરિટ છા नहि मे पर्वता भारा न मे भाराश्च सागराः । कृतनाश्च महाभारा भारा विश्वासघातकाः ॥५॥ इहोषरक्षेत्र शरीर शैलतुलां कृतघ्नाः कलयन्ति शश्वत् । सुक्षेत्रनेत्राद्भुतशुक्तिधेनुसमाः कृतज्ञाः प्रथिताः पृथिव्याम् ॥६॥
શબ્દાર્થ –કૃતને ગણત્રી વિનાના, કૃત ગણત્રીમાં આવી શકે તેટલા, ઉપકારને બદલે વાળનારા થડા અને પોતાની મેળે ઉપકાર કરનારા બે ત્રણ હેય. છે. છે ક પૃથિવી કહે છે કે, મને પર્વતો કે સમુદ્રને બેજે નથી, પરંતુકૃતને અને વિશ્વાસઘાતકે મહેટા બોજારૂપ છે. તે પો આ દુનીયામાં કૃતને હમેશાં ઉખરક્ષેત્ર, શરીર અને પર્વતની બરાબરીમાં મુકાય છે અને કૃતજ્ઞ શ્રેષ્ટક્ષેત્ર, ચક્ષુ, આશ્ચર્યકારી છીપ અને તત્કાળ પ્રસૂતિ ગાય જેવા દુનીયામાં પ્રસિદ્ધ છે. તે ૬
આલોકને તાત્પર્ય એ છે કે, જેમ પાણી પવન તાપ વિગેરે અનુકુળ સામગ્રીને જેગ મળ્યા છતાં ઉમરભૂમિમાં વાવેલું ઉત્તમ બીજ નિષ્ફળ જાય છે અને ખેતી કરવા રૂપ કષ્ટ શિવાય કાંઈ પ્રાપ્ત થતું નથી તેમ કૃતધ્ધ પુરૂષને સંપુર્ણ સામગ્રી મળ્યાં છતાં હિત બુદ્ધિથી તેનામાં આરોપણ કરેલા તત્ત્વાદિ વિચારે નિષ્ફળ થાય છે. વળી જેમ શરીરનું નિરંતર નાના પ્રકારની વસ્તુઓથી ગમે તેટલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org