________________
,
જ
છે
चतुर्विशगुणवर्णन.
* *
* *
વે માર્ગાનુસારીના પાંત્રીશ ગુણ પિકી વીશમા ગુણની સમાપ્તિ કરી કમથી પ્રાપ્ત થએલ “વ્રતમાં રહેલા અને જ્ઞાનથી વૃધ્ધાની પૂજા કરવારૂપ” એવી શમા ગુણના
વિવરણને પ્રારંભ કરે છે. તથા અનાચારને ત્યાગ કરે અથવા સારી રીતે આચારનું પાલન કરવું, તેને વૃત્ત કહે છે. તે વૃત્તને વિષે રહેનારા હોય તેને વૃત્તસ્થ કહે છે અર્થાત તે વૃત્તમાં રહેવાવાળા કહેવાય છે. અને ત્યાગ કરવા લાયક તથા ગ્રહણ કરવા લાયક વસ્તુને નિશ્ચય કરે તેને જ્ઞાન કહે છે. તેવા જ્ઞાનથી જેઓ વૃદ્ધ-હેટા હોય તેમને જ્ઞાનવૃદ્ધ કહે છે. ઉપર જણાવ્યા પ્રમાણે વ્રતમાં રહેવાવાળા એવા જ્ઞાન વૃદ્ધોની પૂજા કરનાર થવું જોઈએ, કહ્યું છે કે –
तप:श्रुतधृतिध्यान-विवेकयमसंय्यमैः ।
ये वृक्षास्तेऽत्र शस्यन्ते, न पुनः पत्रिताकुरैः ॥१॥ શબ્દા—તપસ્યા, શાસની ધારણા, ધ્યાન, વિવેક, પાંચ પ્રકારના અનુવ્રત્ત કે મહાવ્રત રૂ૫યમ અને સત્તર પ્રકારના સંયમથી જે વૃદ્ધા છે તે આ લોકમાં વૃદ્ધ કહેવાય છે. પરંતુ પળીયાના અંકથી કોઇ વૃદ્ધ કહેવાતા નથી. ૧
ભાવાર્થ –વૃત્તસ્થ જ્ઞાન વૃધ્ધની પૂજા કરવી એટલે તેમની પરિચર્યા કરવી, હાથ જોડવા, આસન આપવું, ઉભા થવું અને તેમની આજ્ઞાનું પાલન કરવું વિગેરે કરવારૂપ પૂજા કહેવાય છે. ખરેખર વૃત્તમાં રહેલા જ્ઞાનવંત પુરૂની પૂજા કરવામાં આવી હોય તે કલ્પ વૃક્ષની પેઠે સારા ઉપદેશ રૂપ ફળેથી સફળ છે અર્થાત્ ઉપદેશરૂપ ફળ આપનારા થાય છે. તેને માટે કહ્યું છે કે નિર્દોષ ઉપદેશ, હમેશાં ધમને ધારણ કરનારાઓનું દર્શન અને રીતે વિનય એ સાધુની સેવાનું હોટું ફળ છે. શ્રી ભાગવતમાં પણ કહ્યું છે કે મહાન પુરૂની સેવા-ઉપાસ્તિ મુક્તિનું દ્વાર કહેવાય છે અને સ્ત્રીઓને સંગ કરનાર પુરૂષને સંગ કરવો તે નરકનું દ્વાર કહેવાય છે. જે સમાન ચિત્તવાળા, શાંતિ પામેલા, કોષરહિત થએલા, સારા હૃદયવાળા અને સાધુ પુરૂષ છે, તે મહાન પુરૂ કહેવાય છે. તેમની પૂજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org