________________
•wyfvvvvvvvvvvv૧-
૧૧,
૧૭ર
શ્રાદ્ધગુણ વિવરણ. અને સેવા વિગેરે કરવાથી સારા ફળની પ્રાપ્તિ થાય છે. જેમ આમરાજાને શ્રીમદ્ બપ્પભટ આચાર્યથી પાપની નિવૃત્તિ, પોતાના જીવનું સંરક્ષણ અને ઠેકાણે ઠેકાણે જયની પ્રાપ્તિ વિગેરે થઈ હતી. તેમજ કુમારપાળ રાજાને પણ તેમની સેવા કરવાથી શુદ્ધ ધર્મ વિગેરેની પ્રાપ્તિ થઈ હતી અથવા શ્રી હેમચંદ્રાચાર્યથી કપર્દી શેઠની પેઠે ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. આ ઠેકાણે તેજ શેઠનું વૃત્તાંત બતાવે છે.
શ્રી પત્તન (પાટણ) નગરમાં શ્રી કુમારપાળ રાજાના રાજ્યની અંદર કપર્દી નામે એક નિર્ધન શ્રાવક રહેતું હતું. તે શ્રાવક દિવસમાં પિતાની આજીવિકાના કાયમાં આકુળ વ્યાકુળ હોવાથી રાત્રિને વિષે પિષધશાળામાં આવી પ્રતિક્રમણ કરતે અને રાત્રિમાં ત્યાં જ સુઈ રહે તે સંથારાપરષી ભણાવ્યા પછી શ્રી હેમચંદ્રાચાર્યની વિશ્રામણા–ભક્તિ કરતે હતે. એક વખતે તે કપર્દીની સીમા વગરની સેવા અને ભકિતથી શ્રી હેમચંદ્રાચાર્ય તેના ઉપર સંતુષ્ટ થયા. અને કહ્યું કે ત્યારે નિર્વાહ કેવી રીતે થાય છે? કપર્દીએ કહ્યું કે પિોટલું લઈ ફેરી કરવાથી મહારે નિર્વાહ થાય છે. તે સાંભળી દયાથી આ થએલા ગુરૂ મહારાજે તે કપ શેઠને દpભવનન્ત ઈત્યાદિ ભકતામર સ્તોત્રના અગીયાર મા કાવ્યને આમ્નાય–ગુરૂગમ આપે. તે શ્રેષ્ઠી બ્રહ્મચર્યનું પાલન, પૃથ્વી ઉપર શયન અને એક વખત ભેજન વિગેરે કરવામાં તત્પર થઈ તેને ત્રિકાળ એક આઠ વખત સ્મરણ કરે છે એવી રીતે સ્મરણ કરતાં છ મહીના થવા પછી રાત્રિને વિષે કામધેનુના રૂપથી ચકેશ્વરી દેવીએ પ્રગટ થઈ કહ્યું કે પ્રાતઃકાળે કેરા ઘડાએ તૈયાર કરી રાખવા. તેની અંદર હારું દુધ નાંખવાથી તે ઘડાઓ સુવર્ણના થઈ જશે. બીજે દિવસે સોળ મણના પ્રમાણવાળા બત્રીશ ઘડાએ કરાવ્યા પછી રાત્રિને વિષે તે કદી શ્રેષ્ઠીએ કામધેનુને દહી એક ઘડો સ્થાપન કર્યો. પ્રાતઃકાળે સવે ઘડાઓ સુવર્ણથી ભરાઈ ગયા. ત્રીજે દિવસે તેણે રાજા વગેરેને ભજન કરવા માટે આમંત્રણ કર્યું. પ્રથમ સ્થાપિત ઘડામાં રહેલા દુધના પરમાત્રથી રાજા વિગેરેને ભોજન કરાવ્યું પછી ગુરુવર્ય શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યને લાવ્યા અને તે ઘડાઓ બતાવ્યા, તે જોઈને સર્વેને વિસ્મય થયું. તે પછી તે કપર્દી મહેકી ત્રાદ્ધિવાળે વ્યવહારી–શેઠ થયે. આવી રીતે ગુરૂમહારાજની ઉપાસના ફળ આપનારી છે ઈત્યાદિ, અથવા જેમ નાગાર્જુનને શ્રીમદ્ પાદિલિતાચાર્યની સેવાથી આકાશમાં ગમન કરવાને લેપ અને શ્રાવકના ધર્મ વિગેરેની પ્રાપ્તિ થઈ હતી. હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ફળ બતાવે છે.
સારા વૃત્તમાં રહેવાવાળા જ્ઞાનવંત પુરૂષે જે કારણથી સદ્દબુદ્ધિને આપનારા થાય છે, એ હેતુથી તેમની પૂજાવડે વિવેકી પુરૂષ ધર્મને કઈ સિવાય પ્રાપ્ત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org