________________
૧૮૨
શ્રાદ્ધગુણ વિવરણ. થયા કરે છે ઈત્યાદિ ગુરૂના વચનથી, તે પછી રાજા પણ સંપૂર્ણ પદાર્થોના અંતરની અભિલાષા કરતો ગુરૂની સેવામાં તત્પર એવો શ્રાવક થયે. અનુકમે તે બન્ને દીક્ષા ગ્રહણ કરી મેક્ષે ગયા. કહ્યું છે કે, સુબુદ્ધિના વચનથી પાણીના દ્રષ્ટાંત વડે જિતશત્રુ રાજા પ્રતિબંધ પામ્યો અને અગીયાર અંગને ધારણ કરનારા તે બન્ને શ્રમણ સિંહ સિદ્ધ થયા.
અથવા આત્માના ગમન અને આગમનાદિકને જાણવારૂપ લક્ષણને વિશેષ કહે છે. કહ્યું છે કે – " इहोपपत्तिर्मम केन कर्मणा, कुतः प्रयातव्यमिता भवादिति। विचारणा यस्य न जायते हृदि,कथं स धर्मप्रवणो भविष्यति॥४॥'
શબ્દાર્થ –ક્યા કર્મના ઉદયથી આ ઠેકાણે હારી ઉત્પત્તિ થઈ છે અને આ ભવથી મહારે ક્યાં જવાનું છે એવી સમાલોચના જે પુરૂષના અંત:કરણમાં થતી નથી તે ધર્મમાં તત્પર કેવી રીતે થઈ શકે ? ”
અથવા તે સમયને ઉચિત જે અંગીકાર કરવારૂપ હોય, તેને વિશેષ કહે છે. જેમ કે જે કાળે જે પદાર્થ ત્યાગ કરવાને અથવા ગ્રહણ કરવાને લાયક હોય, તે પદાર્થનું નિપુણ વૃત્તિથી વિચાર કરી ગ્રહણ કરવું જોઈએ. આ કર્તવ્ય નિપુણનું લક્ષણ હોવાથી અને સર્વ પ્રકારની લક્ષ્મી પ્રાપ્ત કરાવવામાં હેતુ હોવાથીજ લેકમાં કહેવાય
" यः काकणीमप्यपथप्रपन्नामन्वेषते निष्कसहस्त्रतुल्याम्। कालेन काटिष्वपि मुक्तहस्तस्तस्यानुबन्धं न जहाति लक्ष्मीः॥५॥
શબ્દાર્થ ––ખરાબ માર્ગમાં પ્રાપ્ત થએલી એક કેડીને પણ જે પુરૂષ હજાર સોનામહેર ગણી ગણના કરે છે, પરંતુ અવસર આવે કટિદ્રવ્ય ખરચવામાં પણ હાથ ખુલે મુકે છે, તેવા પુરૂષના સંબંધને લક્ષમી ત્યાગ કરતી નથી. પા.
આ ઠેકાણે વહુની જઠરા સંબંધી પીડાને દૂર કરનાર મોતી અને પ્રવાળના ચૂર્ણને રેટલ કરનાર શ્રેષ્ટિનું દ્રષ્ટાંત છે તે બીજા ગ્રંથથી જાણી લેવું.
અથવા સર્વ ઠેકાણે આ લેક અને પરલેક સંબંધી હિતને અનુસરનાર એવા વ્યાપાર તથા ધર્મ વિગેરેના વિધાનમાં વિદ્યમાન ફળના ઉદેશને જે નિર્દોષ એવો ઉત્તરોત્તર નિશ્ચય તેને વિશેષ કહે છે. અને તેને જે જાણે તે વિશેષજ્ઞ કહેવાય છે. એવા પ્રકારના ગુણયુક્ત પુરૂષની દરેક ક્રિયાઓ ફળશૂન્ય થતી નથી. જેમ સાગરદત્ત નામના શ્રેષ્ટિની વિશેષજ્ઞપણાને લીધે સર્વ કિયાએ ફળવતી થઈ, તે દ્રષ્ટાંત નીચે મુજબ છે--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org