________________
૧૬૮
શ્રાદ્ધગુણ વિવરણ.
વારાણસીનામા નગરીને વિષે સાઠ લાખ અને અધિપતિ જયંતચંદ્ર નામે રાજા રાજ્ય કરતું હતું અને તે રાજાને મહાશમાં, અન્નદાતાઓમાં અને સત્યવાદીઓમાં અગ્રેશ્વર વિદ્યાધર નામે મંત્રી હતું. એક વખતે યંતચંદ્ર રાજાની સભામાં એવી વાર્તા નીકળી કે લક્ષણાવતી નગરીને કીલે મુશીબતથી લઈ શકાય તેવે છે. અને તે નગરીને રાજા પણ બળવાન છે, એમ એ વાતને ધારણ કરી કાશીના અધીપતિ જયંત પ્રતિજ્ઞા કરી કે-“અમારે અહિંથી ચઢાઈ કરી તેજ કીલે કબજે લેવો. જે હું તે કીટ્ટાને કબજે ન લઈ શકું તે જેટલા દિવસ સુધી હું કીલ્લાની નજીકમાં રહું તેટલા લક્ષ સુવર્ણ દંડમાં ગ્રહણ કરીશ અન્યથા હું પાછો ફરીશ નહીં.” એવી પ્રતિજ્ઞા કરી જયંતચંદ્ર રાજા નીકળે અને એકદમ લક્ષણાવતી નગરીની સમીપમાં આવ્યું. આ વાતની ખબર પડતાં લક્ષણસેન રાજા એ નગરીના દરવાજા બંધ કરાવી નગરીની અંદર રહ્યા. નગરીની અંદર પ્રથમથી ધાન્યાદિકને સંગ્રહ કરેલો નહીં હોવાથી સર્વ વસ્તુઓને સંકોચ થઈ પ. પછી નગરીની અંદર અને નગરીની બહાર રહેલા લશ્કરની વચ્ચે યુદ્ધ પ્રવર્તે. અનુક્રમે યુદ્ધ કરતાં અઢાર દિવસ નીકળી ગયા. તે અવસરે લક્ષણસેન રાજાએ કુમારદેવ વિગેરે મંત્રિઓની આગળ કહ્યું કે, “જે આપણે આ શત્રુને દેશની અંદર પ્રવેશ કરતાં અટકાવ્યું નહીં તે ઘણું બેટું કર્યું. હમણાં કિલ્લે ઘેરાએલે હોવાથી નગરીના લેકે દુઃખી થાય છે. તેથી પ્રાતઃકાળે નગરીથી બહાર નીકળી યુદ્ધ કરવું અને તેને હું દંડ તે આપીશજ નહીં.” એવી રીતે પ્રતિજ્ઞા કરી યુદ્ધની સામગ્રીને કરાવે છે, તેજ રાત્રિને વિષે કુમારદેવ નામના મંત્રિએ વિચાર કર્યો કે જયંતચંદ્ર રાજા મહાત્ સૈન્યથી યુકત છે અને પ્રતિજ્ઞા પાળવામાં શૂરવીર છે અને હમારે રાજા પણ પ્રતિજ્ઞા પાળવામાં શુરવીર છે તો પણ તેવા પ્રકારની સેનાથી યુકત નથી. “શકિતનું ઉલ્લંઘન કરી આરંભ કર છે, તે સંપત્તિના વિનાશનું કારણ છે ” તેથી હમણાં જે તે ઉપાયથી શત્રુને પાછો ફેરવ. એમ વિચાર કરી રાત્રીને વિષે ગુપ્ત વૃત્તિથી કુમારદેવ મંત્રી વિદ્યાધર મંત્રીની પાસે ગયો અને તેને નમસ્કાર કરી તેને મેળામાં પત્રિકા મુકી તેની આગળ ઉભે રહ્યા. પછી વિદ્યાધર મંત્રીએ પુછયું કે“તમે કેણ છે? અને શા માટે આવ્યા છે?” તેણે કહ્યું કે “હું લક્ષણસેન રાજાને મંત્રી કુમારદેવ છું અને તમને મળવાને આવ્યો છું. મારે તમને કાંઈક કહેવાનું છે. પરંતુ તે વચનથી કહેવાને અસમર્થ છું. તેથી આ પત્રિકા કહેશે.” પછી વિદ્યાધર મંત્રીએ પત્રિકાને હાથમાં લઈ વાંચી લીધી તેમાં આ લેક જોવામાં આવ્યું.
उपकारसमर्थस्य, तिष्ठन् कार्यातुरः पुरः। . मूर्त्या यामार्त्तिमाचष्टे, न तां कृपणया गिरा ॥॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org