________________
- -
-
-
एकविंशतितमः गुणवर्णन.
હવે માર્ગનુંસારીના પાંત્રીશ ગુણ પૈકી વશમાં ગુણનું વર્ણન પુરૂ 6 કરી કમથી પ્રાપ્ત થયેલ “ગુણમાં પક્ષપાત કરવારૂપ” એકવીશમાં '' ગુણના વિવરણને પ્રારંભ કરે છે.
સુજનતા, ઉદારતા, દાક્ષિણ્યતા વિનય અને પ્રેમ પૂર્વક પ્રથમ બેલાવવાપણું વિગેરે તથા પિતાના કે પરના ઉપકારનું કારણભૂત એવા આત્માના ધર્મરૂપ ગુણ કહેવાય છે. તે ગુણોને વિખે પક્ષપાત કરનાર હેય. પક્ષપાત એ છે કે ગુણેને વિષે બહુમાન, તે ગુણોની પ્રશંસા અને સહાચ્ય આપવા વિગેરેથી અનુકૂળ પ્રવૃત્તિ કરવી તેને પક્ષપાત કહે છે. તે ગુણેને પક્ષપાત કરનારા પુરૂષે ખરેખર ફળવાળા પુણ્યરૂપ બીજને સિંચન કરવાથી આ લોક અને પરલોકમાં ગુણના સમૂહની સંપત્તિને પ્રાપ્ત કરે છે. ત્યારે રામચંદ્રજી અને લક્ષ્મણજીએ અયોધ્યાથી વનવાસ કરવાને માટે પ્રયાણ કર્યું તે વખતે માર્ગમાં માળવા દેશમાં પ્રવેશ કરતાં માળવ દેશના અધિપતિ સિંહદર રાજાની સાથે યુદ્ધમાં ગુરૂ પાસે જિનેશ્વર શિવાય બીજાને મહારે નમસ્કાર ન કરે એવા અભિગ્રહને ગ્રહણ કરનાર અને શુદ્ધ સમ્યકત્વને ધારણ કરનાર વાકણ રાજાના ગુણને પક્ષપાત કરી રામ લક્ષ્મણે સિંહદર રાજાને નિગ્રહ કરી વાકણ રાજાને મદદ કરી, કહ્યું છે કે –
ना गुणी गुणिनं वेत्ति, गुणो गुणिषु मत्सरी । गुणी च गुणरागी च, विरतः सरतो जनः ॥१॥
ભાવાર્થજે ગુણ વગરનો છે, તે ગુણિ પુરૂષને જાણ નથી, અને જે ગુણ વાન હોય છે, તે બીજા ગુણિ પુરૂષ ઉપર અદેખાઈ કરનાર હોય છે. તેથી પોતે ગુણવાન હોય અને બીજાના ગુણની અંદર રોગ કરનાર સરળ મનુષ્ય તે કઈ વિરલે જ હોય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org