________________
૯૨
શ્રાદ્ધ ગુણ વિવરણ રાજાની પરીક્ષા કરવા માટે કુમારને સંતાડી દીધું. રાજાએ ભેજન વખતે કુમારની સર્વ ઠેકાણે તપાસ કરાવી પરંતુ કોઈ પણ ઠેકાણેથી તે મળી આવ્યું નહીં. તેથી બ્રમિત થયેલાની પેઠે રાજા સ્થિર થઈ ગયે, અને રાજાને સઘળે પરિવાર પણ શ્યામ મુખ બની ગયે. આ અરસામાં કેઈએ શંકા કરી કહ્યું કે “કુમાર મંત્રીને ઘેર ગયે હતે.” તેથી સર્વ લેકના ચિત્તમાં મંત્રી ઉપર શંકા થઈ આવી. મંત્રી પણ રાજસભામાં ગયે ન હતું તેથી તેની ભાર્યા બેલી કે “હે સ્વામિન્ ! આજે રાજસભામાં કેમ ગયા નથી. ” મંત્રીએ જવાબ આપ્યો કે “ હે પ્રિયે! હું રાજાને મુખ દેખાડવાને સમર્થ નથી, કારણ કે આજે હું રાજકુમારને મારી નાંખે છે.” ભાર્યાએ કહ્યું કે “હે નાથ ! એ શું ?” મંત્રીએ જવાબ આપ્યો કે
ગઈ કાલે હું કહ્યું હતું કે “ ગર્ભના પ્રભાવથી આ રાજાને પુત્ર શત્રુની પેઠે હારા નેત્રને દાહ ઉત્પન્ન કરે છે, તેથી મહેં હારી ચિત્તની સમાધિ માટે તેને મારી નાખે છે.” તે પછી ચિત્તમાં બળાપ કરતી મંત્રી પત્ની એકદમ વસંત મિત્રને ઘેર જઈ તેને સર્વ વૃતાંત કહી સંભળાવ્યું. મિત્ર અત્યંત કૃતજ્ઞ હેવાથી “આ વાતમાં કોઈ નથી. હું પિતેજ રાજાને ભેગે થઈશ.” એવી રીતે મંત્રી પત્નીને આશ્વાસન આપી પિતે રાજા પાસે ગયે, અને રાજાને વિનંતિ કરી કે “હે દેવ! આ બાબતમાં મંત્રીને બીલકુલ અપરાધ નથી. કિતઆ વિષયમાં હારે પિતાનાજ અપરાધ છે.” એવી રીતે યુક્તિથી કાંઈક બોલે છે તેટલામાં મંત્રીની પત્ની પણ આવી પહેચી અને તેણે જણાવ્યું કે “ હારે દેહદ પૂર્ણ કરવા માટે આ બીના બનેલી છે. તે પછી મંત્રી પણ આવી પહોંચ્યા અને કંપાયમાન શરીર વાળા તેણે વિનંતિ કરી કે “હે રાજન્! મ્હારા દુઃખથી દુઃખી થયેલે વસંત અને હારી પત્ની પિતાને અપરાધ જાહેર કરે છે, પરંતુ સઘળે અપરાધ મહારાજ છે, તેથી મહારા પ્રાણ ગ્રહણ કરવા જોઈએ.” તે પછી રાજા વિચાર કરવા લાગે કે, “આ મંત્રી બધી રીતે મ્હારૂં હિત કરનાર અને આમળાં આપી મને જીવિતદાન આપનાર છે.” એમ વિચારી રાજાએ લેક સમક્ષ મંત્રિને કહ્યું કે “હે મિત્ર! તે વખતે જે તેં મને આમળાનાં ફળ ન આપ્યાં હેત તે ક્યાંથી,આ રાજ્યજ્યાંથી, પુત્ર ક્યાંથી અને પરિવાર પણ ક્યાંથી હોત. મંત્રિએ કહ્યું કે, “હે સ્વામિન્ ! આમ કહેવાથી તમારી કૃતજ્ઞતા પ્રગટ થાય છે પણ તમારા પુત્રરૂપી રત્નને નાશ કરનાર મને તે દંડઆપ જ જોઈએ.ત્યારે રાજાએ કહ્યું, “જો એમ છે તે ત્રણ આમળામાંથી એક આમળું વળી ગયું.” એટલે મંત્રિ બોલ્યો કે, “હે દેવ ! હે સર્વ ગુણાધાર ! એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org