________________
એકે નવિચ મુણ વર્ણન.
૧૪૯ अत्न्यः प्रथमं निवेद्य सकलं सत्साधुवर्गायच, प्राप्ताय प्रविनागतः सुविधिना दत्वा यथाशक्तितः । देशायातसधर्मचारिजिरवं साधं च काले यथा । नुञ्जोतेति सुन्नोजनं गृहवतां पुण्यं जनै षितं ॥३॥
શબ્દાર્થ –પ્રથમ સર્વ વસ્તુ તીર્થકરોને નિવેદન કરી અર્થાત નિવેદ ધરાવી પછી પ્રાપ્ત થએલા સાધુવર્ગને વિધિ પૂર્વક વિભાગ કરી શક્તિ પ્રમાણે દાન આપી દેશાંતરથી આવેલા સધમીઓની સાથે ભેજનકાળે ઉત્તમ ભેજન કરે એ ગુસ્થાને પવિત્ર ભેજન છે, એમ જિનેશ્વરેએ કથેલું છે.
આ અતિથિદાન શેડું આપેલું હોય તે પણ તત્કાલ ઘણું ફળને આપનારું થાય છે, તે વિષે એક દષ્ટાંન્ત આ પ્રમાણે છે.
કઈક ગામમાં દાન દેવાની બુદ્ધિવાળે અને ભદ્રિક પરિણતિવાળ સુધન નામે શેઠ હતો તેને ધનશ્રી નામે ભાર્યા હતી તે પણ પિતાના સ્વામિના સમાન સ્વભાવવાળી હતી. એક વખતે કે જૈન મુનિ પાસે તેણે નીચે જણાવ્યા પ્રમાણે ધમ દેશના સાંભળી.
દેવની ભક્તિથી, ગુરૂની ઉપાસનાથી, સર્વ પ્રાણઓ ઉપર અનુકંપા કરવાથી, સત્ પુરૂષોની સંગતિથી, અને સિદ્ધાંતનું શ્રવણ કરવાથી હે લેકે, મનુષ્ય જન્મનું ફળ ગ્રહણ કરે. સત્પાત્રમાં દાન આપવું તે લક્ષ્મીનું આભૂષણ છે. વિરતિ (પરચ ખાણ) ધારણ કરવું તે વિદ્યાનું આભૂષણ છે. કેવળ ધર્મને જ ધારણ કરે તે શરીરનું આભૂષણ છે અને કેવળ સત્ય જ બેલવું તે વાણીનું આભૂષણ છે. પૃથ્વીનું આભૂષણ પુરૂષે છે. પુરૂષનું આભૂષણ અતિઉત્તમ લક્ષમી છે. લક્ષ્મીનું આભૂષણ દાન છે. અને દાનનું આભૂષણ સુપાત્ર છે, તેમાં સર્વ દાનમાં અનુદાન અતિશય મોટામાં મોટું ગણાય છે. તેને માટે કહ્યું છે કે- તીર્થકર જેવા લોકેત્તર પુરૂષે પણ અન્ન દાતાના હાથની નીચે પોતાના હાથને ધારણ કરે છે, તેથી તે દાન સત્પાત્રમાં આપવામાં આવ્યું હોય તે ઘણા ફળવાળું થાય છે. તેને માટે અન્યદર્શનમાં પણ આ પ્રમાણે કહેલું છે. “હે રાજન અન્નદાનના જેવું બીજું ઉત્કૃષ્ટ દાન નથી. કારણ આ ચરાચર સંપૂર્ણ જગત્ અન્નથી ધારણ કરાએલું છે.”ઈતિહાસ પુરાણમાં પણ કહેવું છે કે-“હે, પુરૂષ શ્રેણ–રાજનું સર્વ પ્રાણીઓના પ્રાણે અન્નને વિષે રહેલા છે, તેથી પંડિત પુરૂએ અન્નદાતા પુરૂષને પ્રાણદાતા કહે છે”પુરૂષ શ્રેષ્ટ વૈવસ્વત નામે રાજાએ સ્વર્ગ લોકમાંથી ચવતા એવા તે કેસરિધ્વજ રાજાને કરૂણાથી કાં કે, “હે રાજન? કમ ભમિમાં જઈ છે ત્યારે બીજી વાર સર્મમાં આવવાની ઈચ્છ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org