________________
૧૫૬
શ્રાદ્ધગુણ વિવરણ.
પપપપ
વાળા અને વ્યસન તથા મહેત્સવમાં સમાન સમાગમવાળા થવું. વ્યાખ્યા–“ચિત્તના એક સરખા અભિપ્રાયથી સુખ, દુઃખ, વ્યસન અને મહોત્સવ વિગેરેને વિષે તુલ્ય કિયાવાળા થવું. જે નાગરિકે એક સરખા અભિપ્રાયવાળા ન હોય તે રાજા અને નેકરોથી હમેશાં પરાભવ થવાને સંભવ છે. સામુદાયિ કાર્યમાં પણ રાજાનું દર્શન એકલા એકલા જઈ કરવું નહિ. એકાંતમાં મસલત કરવારૂપ મંત્ર તેને ભેદ કરે નહિ અને પશુન્ય (ચાડીયા) પણું છેડી દેવું. વ્યાખ્યા–“ જુદી જુદી મહત્તા અને પ્રભુતા વિગેરે મેળવવાની અભિલાષાથી એકલા એકલા જઈ રાજાનું દશન કરવું નહિ, તેમ કરવાથી ખરેખર બીજાઓને દ્વેષ અને અવિશ્વાસ વિગેરે ઉત્પન્ન થવાનો સંભવ છે. કારણ કે ઘણું સ્વામિવાળો સમુદાય હોય તે અવશ્ય સીદાય છે કહ્યું છે કે –
सर्वे यत्र विनेतारः, सर्वे पण्डितमानिनः। सर्वे महत्त्वमिगन्ति, तवृन्दमवसीदति ॥ ६ ॥
શબ્દાર્થ જે સમુદાયમાં સઘળા નાયક હય, સઘળા પિતાને પંડિત માન નારા હેય, અને સઘળા મહત્તાને ઇચ્છનાર હોય તે સમુદાય સીદાય છે. અર્થાત નાશ પામે છે. ૬
વળી આપમ્સ આપસના ગુપ્ત વિચારોને ભેદ કર, ચાડી ખાવી અને કેઈને રૂસવત આપવી વિગેરે કાર્યો કરવાં નહિ. વળી કહ્યું છે કે, જે બે પક્ષમાં તકરાર ઉભી થઈ હોય તે પિતે ત્રાજવાની સમાન મધ્યસ્થ થવું. પરંતુ રૂસવત વિગેરે લઈ સ્વજનની સાપેક્ષાથી નીતિમાર્ગનું ઉદ્ઘઘન કરવું નહિ. વ્યાખ્યા–“ધન ધાન્ય અને ભૂમિ વિગેરેના સંબંધમાં બે પક્ષ વચ્ચે તકરાર ઉભી થઈ હોય તે મધ્યસ્થ થવું જોઈએ. પરંતુ સ્વજન સંબંધી રૂસવતને ઉપચાર (ભક્તિ) કરવા વિગેરેથી નીતિમાગને ત્યાગ કરે નહિ. દાન, કર વિગેરે વધારી બળવાન પુરૂષ દુર્બલ પુરૂષને પરાભવ કરે નહિ. અને સ્વ૫ અપરાધમાં ન્યાયની કેટ સુધી લઈ જઈ દંડ કરાવે નહિ. વ્યાખ્યા–“સ્વ૯૫ અપરાધ છતાં પણ દંડ અપાવવામાં અને દાન કે બીજા કરને વધારવામાં પરસ્પર વિરોધ થવાથી સમુદાયને ભંગ થાય છે. અર્થાત્ સમુદાયમાં ભંગાણ પડી જાય છે, અને જયારે સમુદાયમાં ફાટફુટ થાય ત્યારે સમુદાયને પરાભવ જ થાય છે. તેથી ઐક્યતા જાળવવા માટે નાગરિકે એ વિચાર પુર:સર દરેક કાર્ય કરવામાં પ્રવૃત્તિ કરવી જોઈએ. જેથી ભવિષ્યમાં પશ્ચાતાપ કરવાનો વખત આવે નહિ. કહ્યું છે કે –
संहतिः श्रेयसी पुंसां, स्वपळेतु विशेषतः । तुषैरपि परिज्रष्टा, न प्ररोहन्ति तन्दुलाः ॥७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org