________________
શ્રાદ્ધગુણ વિવરણ. ત્યારે રાજાને સાથે લઈ ત્યાં જવું તે બાલક દાનનું પ્રત્યક્ષ ફળ બતાવશે. તે પછી એક મહીનાની અંતે તે શેઠને ત્યાં પુત્ર થયે, તેણે પ્રગટ અક્ષરવાળી વાણીથી વર રૂચીને બોલાવ્યું તે રાજાને સાથે લઈ ધનપતિને ઘેર ગયે તે બન્નેની આગળ બાલક બોલ્યા કે “હે મહારાજ? તમે જય પામે.જે ભિદàવનમાં તમને સાથવાનું દાન આપ્યું હતું, તે હું છું અને નવી કેડ સુવર્ણના સ્વામી ધનપતિને હું પુત્ર થયે છું તેથી દાનનું ફળ આ લોકમાં પણ છે.” આ વાતને સાંભળી રાજા વિગેરે ચમકાર પામ્યા અને તે દિવસથી રાજા વિગેરે લોકે દાન આપવામાં તત્પર થયા.
તથા દીન અનાથને દુઃખી વિગેરેને વિષે તે દયાથી દાન આપવું જોઈએ તેને માટે કહ્યું છે કે મેક્ષફળના દાનને વિષે પાત્ર તથા અપાત્રની સમાલોચના કરવાની છે, પરંતુ જે દયા દાન છે તેને કઈ પણ ઠેકાણે તત્ત્વજ્ઞોએ નિષેધ કરેલ નથી. હવે ગ્રંથકર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં ફળ દર્શાવે છે. ઉપર જણાવ્યા પ્રમાણે અતિથિ વિગેરેની પ્રતિપત્તિ કરવામાં તત્પર અને સદ્દબુદ્ધિ વાળે ગૃહસ્થ પિતાના આત્માને વિષે ગૃહસ્થ ધર્મની ગ્યતાને આરેપણુ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org