________________
એકાદશ ગુણ વર્ણન.
૧૦૫
| શબ્દાર્થ—અગ્ય કર્મને આરંભ, પ્રજાની સાથે વિરોધ, બળવાનની સાથે સ્પર્ધા અને સ્ત્રી જાતિને વિશ્વાસ આ ચારે મૃત્યુનાં દ્વાર છે. / ૧
ભાવાર્થ—“ગ્રવિકર્મા જે કાર્ય પિતાને ઉચિત ન હોય તે કાર્ય કરવાનો આરંભ કરે તે મૃત્યુના દ્વાર સમાન છે. જેમકે મુનિપણું ગ્રહણ કરીને પ્રાણાતિપાત, મૃષાવાદ, ચેરી, મૈથુન અને પરિગ્રહ વિગેરેમાં નિમગ્ન થવું, રેલવગેરે વાહન દ્વારા પ્રયાણ કરવું, મંત્ર, જંત્ર, તંત્ર ઔષધિ કામણ, કુમણ, વશીકરણાદિકનું કરવું કરાવવું, ઈષ અહંકારને વશ થઈ પિતાના આત્મિક કર્તવ્યને ભૂલી જઈ ધર્મકાર્યને જલાંજલી આપી ગૃહસ્થને કરવા એગ્ય કાર્યમાં ગૃહસ્થની સાથે ખટપટમાં ઉતરવું, એકના પક્ષમાં ઉભા રહી બીજાને પરાજય કરવા પ્રયાસ કરે, પિતાને કકે ખરો કરવા લેકેની ખુશામત કરી પોતે ધારેલા કાર્યને પાર પાડવા નિરંતર મચ્યા રહેવું, ઉત્તમ પુરૂ ઉપર અસત્ય આક્ષેપો મુકી તેમને જાહેરમાં હલકા પાડવા પ્રયાસ કરે, ગુણીના ગુણે ઉપર દ્વેષ ધારણ કરી તેની નીંદા કરવામાં મચ્યા રહેવું, વીર રસની પુષ્ટી કરી શ્રેતાઓને પાણી ચઢાવવું, વ્યાખ્યાનમાં શૃંગારાદિક રસનું પિષણ કરી શ્રોતાઓને તમય બનાવવા, સ્ત્રી વિગેરેની વિકથા કરી પોતાના અમૂલ્ય સમયને ગુમાવી દે, સ્ત્રીઓના સંસર્ગમાં આવવું, જ્ઞાતિના ઝગડાઓમાં ભાગ લઈ તના ફેસલા આપવા, રાજ વિરૂદ્ધ કાર્યને ઉત્તેજન આપવું, અને પોતાના કે પરના આત્માને ઉદ્ધાર કરવાનું જે મુખ્ય કાર્ય છે તેને ભૂલી જવું વિગેરે વિગેરે કાર્યો મુનિઓને અનુચિત ગણાય છે. તેમજ ગૃહસ્થોએ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવને વિચાર કરી પિતાની શક્તિ જોઈ જેમાં ખરેખર આત્મ લાભ સમાએલો હોય તેવા ઉચિત કાર્યમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. અમુક વખતે અમુક કાર્ય અનુચિત ગણાય છે અને તેજ કાર્ય અમુક સંગોમાં બીજી વખતે ઉચિત થાય છે, તેથી અમુક કાર્યો કરતાં પહેલાં આજુબાજુના સંગને વિચાર કરી કાર્યોને આરંભ કરે. ધર્મ વિરૂદ્ધ, રાજ વિરૂદ્ધ, દેશ વિરૂદ્ધ, અને લેક વિરૂદ્ધ વિગેરે અને બીજા પણ આ લેક અને પરલોકને હાનિ પહોંચાડનાર કાર્યોને આરંભ કરતાં પહેલાં મન સાથે વિચાર કરવામાં આવે તો કઈ વખત પણ અનુચિત કાર્ય કરવાનો પ્રસંગ આવે જ નહીં. આ શિવાયનાં ગૃહસ્થને બીજાં ક્યાં કાર્યો અનુચિત છે તે ગ્રંથકારે જુદા જુદા ગુણામાં પ્રસંગેપાત જણાવ્યાં છે. તેથી અત્રે લખ્યાં નથી. પણ અનુચિત કાર્ય આરંભ કરનાર મૃત્યુના દ્વારને પ્રાપ્ત થાય છે તે વાત ધ્યાનમાં રાખી પિતાના અને બીજાના આત્માનું કલ્યાણ જેમાં સમાયેલું હોય અને આ ભવ સબંધી તથા ભવાંતર સબંધી નાના પ્રકારની વિડંબના સહન ન કરવી પડે તેવા ઉચિત કાર્યમાં પ્રવૃત્તિ કરવી અને અનુચિત કાર્ચથી તે દુર જ રહેવું જોઈએ.
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org