________________
चतुर्थदश गुण वर्णन.
હવે કમથી પ્રાપ્ત થએલ “બુદ્ધિના આઠ ગુણ મેળવવારૂપ ચ.
દમાં ગુણનું વિવરણ આરભે છે.
તથા બુદ્ધિના આઠ ગુણ છે. તે જે પુરુષમાં હોય તે પુરુષ ધર્મ મેળવવાને અધિકારી થાય છે. તે આઠ ગુણ આ પ્રમાણે છે. शुश्रुषा १ श्रवणं श् चैव, ग्रहणं ३ धारणं ४ तथा। ऊहो ए ऽपोहो ६ ऽर्थविज्ञानं, ७ तत्वज्ञानं च धीगुणाः ॥१॥
શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણા, ઉહા, અપોહા, અજ્ઞાન અને તત્વજ્ઞાન એ બુદ્ધિના આઠગુણે જાણવા. ૧ તેમાં સાંભળવાની ઈચ્છા તેને શુશ્રુષા કહેવાય છે. શુશ્રુષાની ઈચ્છા શિવાય શ્રવણાદિક ગુણની પ્રાપ્તિ નથી. ૧ શ્રવણ એટલે સિદ્ધાંતાદિકનું સાંભળવું. આ સાંભળવું મહેતા ગુણના સગને માટે થાય છે. ૨ તેને માટે કહ્યું છે કે
क्षाराम्जस्त्यागतो यत्, मधुरोदकयोगतः। बीजं प्ररोहमादत्ते, तछत्तत्वश्रुतेर्नरः ॥२॥ काराम्नस्तुल्य इह च, भवयोगोऽखिसो मतः।
मधुरोंदकयोगेन, समा तत्त्वश्रुतिः स्मृता ॥३॥ ખારા જળને ત્યાગ થવાથી અને મીઠા જળનો સંગ મળવાથી જેમ બીજ અંકુરને ધારણ કરે છે તેવી રીતે તત્વનું શ્રવણ કરવાથી પુરૂષ દોષને ત્યાગ કરી ગુણને ગ્રહણ કરે છે. ૨ અહિં સંસારને સંપૂર્ણ સંગ ખારા જળના સમાન માન્ય છે, અને તત્વનું સાંભળવું તેને મીઠા જળના સમાન કર્યું છે. ૩ સાંભળવા પૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org