________________
૧૩૪
શ્રાદ્ધ ગુણ વિવરણ. હિથી કરંડીયાને ભરી સાયંકાળે વાસ કરવાની ઈચ્છાથી તે અજુન માળી યક્ષના મંદિરમાં આવ્યું. આ વખતે કઈ દુષ્ટ હદયવાળા છ ગોઠીલા પુરૂષોએ વિચાર કર્યો કે આપણે આ માળીને બાંધી તેની ભાર્યાને તેના દેખતાં ઈચ્છા પ્રમાણે ભોગવીએ. એમ વિચાર કરી યક્ષના મંદિરમાં પ્રથમથી જ કોઈ ગુપ્ત પ્રદેશમાં તેઓ સંતાઈ રહ્યા હતા. અજુન માળી યક્ષના મંદિરમાં પ્રવેશ કરી ક્ષણ વાર એકચિત્તવાળ થઈ નિઃશંકપણે જેટલામાં યક્ષની પૂજા કરવામાં તત્પર થાય છે તેટલામાં તે છ ગેઠીલા પુરૂષોએ બહાર નિકળી એકદમ તે માળીને દઢ બંધનથી બાંધી લીધો અને તેના દેખતાં તેની ભાર્યા સાથે સ્વેચ્છાથી તેઓ ભેગભેગવવા લાગ્યા. તેવા પ્રકારના તે આ કાર્યને જોઈ રોષથી ભયંકર બનેલે અજુન માળી મંત્રથી બંધાએલા સર્પની પેઠે પ્રહાર કરવાને અસમર્થ હતો. તેને માટે કહ્યું છે કે –
पितृघातादि मुःखानि, सहन्ते बनिनोऽपि हि । प्रिया घर्षण उखं, रोऽपि न तितिक्षति ॥ ७ ॥
ભાવાર્થ-બલવાન પુરૂષે પણ પિતા પ્રમુખના ઘાતના દુઃખને સહન કરે છે, પરતું પોતાની ભાર્યાના પરાભવથી થએલા દુઃખને રંક માણસ પણ સહન કરી શકતો નથી. ૭
પછી તે અર્જુન માળી દુર્વચનથી યક્ષને આ પ્રમાણે ઉપાલંભ દેવા લાગ્યું કે હે યક્ષ? ખરેખર તું પાષણને જ છે, પરંતુ ખરે દેવતા નથી. જો તું ખરે દેવતા હતા તે હારા દેખતાં આ પાપી અને અધમ ગઠીઆએ હારા મંદિરમાં જે મુખથી પણ ન કહી શકાય તેવું અપકૃત્ય કરે છે, તે કેમ કરી શકે? હે યક્ષ ? જો હારે કેઈ પણ જાગ્રત પ્રભાવ-અતિશય હોત તે આ પ્રમાણે મ્હારા પૂજકની વિડંબના કેમ કરે? આ પ્રમાણે તેનાં વચન સાંભળી કેપના આટોપથી વિકાળ થએલે યક્ષ તે માળીના શરીરમાં પ્રવેશ કરી એકદમ કાચા તંતુની પેઠે તેના બંધનને તેડી નાંખી યક્ષે લેઢાના મુરને ઉગામી સ્ત્રીની સાથે તે છ ગઠિઆઓને ચૂર્ણની પેઠે ચૂર્ણ કરી નાંખ્યા. તે દિવસથી લઈને રેષાતુર થએલે તે યક્ષ નગરની બહાર બીજા છ પુરૂષ અને એક સ્ત્રી મળી એકંદર સાત મનુષ્યને નિરંતર મારી નાંખે છે. તેને આ વૃત્તાંત પૃથિવીપતિ શ્રેણિક રાજાના જાણવામાં આવ્યાથી નગરના લેકેને પટોષણું પૂર્વક આ પ્રમાણે નિવારણ કર્યા કે જ્યાં સુધી અર્જુન માળીએ સાત મનુષ્યને વિનાશ ન કર્યો હોય ત્યાં સુધી નગરથી બહાર કેઈએ નિકળવું નહીં. જે દિવસે તે નગરના ઉદ્યાનમાં પ્રાણીઓને જીવાડવાના વૈભવવાળા શ્રી વદ્ધમાનસ્વામી પધાર્યા, તે દિવસે જિનેશ્વરના આગમનને જાણતાં છતાં અજુનમાળીના ભયથી તે ઉદ્યાનમાં કઈ પણ પુરૂષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org