________________
૧૩૬
શ્રાદ્ધ ગુણ વિવરણ મુકત થએલે તે માળી છેદાએલા વૃક્ષની પેઠે ભૂમિ ઉપર પડી ગયે. ક્ષણવારમાં ચૈતન્ય આવ્યું. એટલે પિતાની આગળ ઉભા રહેલા સુદર્શનને જે તે અજુનમાળીએ સુદર્શનને પુછ્યું કે તમે કોણ છે ? અને કયાં જાઓ છો ? ત્યારે સુદર્શન તેના કણને અમૃત જેવી પ્રિય લાગે તેવી વાણી બોલ્યા. હું શ્રમણે પાસક છું અને ભગવાન મહાવીરસ્વામીને વંદન કરવા જાઉં છું. હે અર્જુન જે તમારી પણ સર્વજ્ઞાને નમસ્કાર કરવાની ઈચ્છા હોય તો તમે પણ ચાલે. તે પછી ઉત્સુક થએલા તે બન્ને સસરણને વિષે આવ્યા. ત્યાં ભક્તિપૂર્વક જિનેશ્વરને નમસ્કાર કરી ભગવાનની દેશનાને શ્રવણ કરે છે. તે દેશના આ પ્રમાણે છે.
मानुष्यमार्य विषयः सुकुलप्रसूतिः, श्रधालुता गुरुवचः श्रवणं विवेकः मोहान्धिते जगति संप्रति सिधिसोध
सोपान पञ्छतिरियं सुकृतोपलन्याः ॥ १० ॥ अथवा-तिकालं जिणवंदनं पदिणं पूआ जहासत्ति ।
सझाडं गुरुवंदनंच विहिणा दाणं तहावस्सयं । सत्तीए वयपालणं तह तवो अपुव्वनाणकणं ।
एसो सावयपुंगवाणनणि धम्मो जिणं दागमे ॥११॥ સાંપ્રતકાળમાં મોહથી અંધ બનેલા આ જગતને વિષે મનુષ્યજન્મ, આર્ય દેશ, સારા કુળમાં જન્મ, શ્રદ્ધાલતા, ગુરૂના વચનનું શ્રવણ અને વિવેક એ પુણ્યથી પ્રાપ્ત થએલી મેક્ષરૂપ પ્રાસાદમાં જવાની પગથીયાંની શ્રેણી છે. ૧૦ ત્રિકાળ જિનચંદન, નિરંતર યથાશકિત જિનપૂજા, સ્વાધ્યાય, વિધિપૂર્વક ગુરૂવંદન, દાન, પ્રતિકમણ, શકિત પ્રમાણે વ્રતનું પાલવું, તપસ્યા અને અપૂર્વ જ્ઞાનનું ઉપાર્જન આ ઉત્તમ શ્રાવકને ધર્મ જિનેશ્વર ભગવાનના આગમને વિષે કહેલ છે. ૧૧
આ પ્રમાણે જિનેશ્વરની હર્ષ પૂવક દેશના સાંભળી સુદર્શન શ્રેણીએ ભાવપૂર્વક શક્તિ પ્રમાણે અભિગ્રહ ગ્રહણ કર્યા. તે પછી જિનેશ્વરને વંદન કરવાથી પિતાના આત્માને કૃતાર્થ માનતે ધર્મ સાંભળવાની ઈચ્છાના ઉદ્યમથી રંગાએ સુદર્શન પિતાને ઘરે આવ્યા. અજુને પણ અમૃત સમાન ઉજવળ એવી અરિહંતની દેશનાનું પાન કરી, વૈરાગ્યના રંગથી ભગવાન શ્રી મહાવીરસ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી. મારે જઘન્યથી નિરંતર છઠની તપસ્યા કરવી. આ પ્રમાણે અભિગ્રહને ગ્રહણ કરી પરીષહેને સહન કરતે અને સંલેખના કરવામાં તત્પર એવા અજુન માળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org