________________
અષ્ટાદશ ગુણ વર્ણન.
૧૪૫
એકલા ધમની સેવા કરવી તે યતિઓને જ ધર્મ છે. પરંતુ અર્થકામની ઉપેક્ષા કરી કેવળ ધર્મ કરે એ ગૃહસ્થને ધર્મ નથી. તથા બીજ ભેજન કરનાર કણબીની પેઠે ધમને બાધા કરી અર્થ અને કામની સેવા કરે નહીં. તથા અધમિ પુરૂષને આગામી કાળે કાંઈપણ કલ્યાણકારી નથી. જે પુરૂષ પરલોકના સુખથી અવિરેધી આ લેકના સુખને અનુભવ કરે છે, તે પુરૂષ અભયકુમારની પેઠે ખરેખર સુખી થાય છે. એવી રીતે અર્થને બાધ કરી એકલા ધર્મ અને કામને સેવનારા પુરૂષને ઘણું કરજ થાય છે. અને કામને બાધ કરી એકલા ધર્મ અને અર્થને સેવનારા પુરૂષને ગૃહસ્થપણાને અભાવ થાય છે. અર્થાત્ ગૃહધર્મ ચાલી શકતો નથી. આ પ્રમાણે તાદાવિક મૂળહર અને કદયને વિષે ધર્મ, અર્થ અને કામની પરસ્પર બધા થવી સુલભ છે. એ ત્રણે પુરૂષનાં લક્ષણે આ પ્રમાણે છે.
જે પુરૂષ કાંઈ પણ વિચાર કર્યા સિવાય ઉત્પન્ન થએલા દ્રવ્યને વ્યય કરે છે, તે તાદાવિક કહેવાય છે. જે પુરૂષ પિતા અને પિતામહના મેળવેલા દ્રવ્યને અન્યાયથી ભક્ષણ કરે છે, અર્થાત્ ઉડાવે છે તે મૂળહર કહેવાય છે. અને જે પુરૂષ નોકરને કે પિતાના આત્માને કષ્ટ આપી દ્રવ્યને સંચય કરે છે, પરંતુ કોઈપણ વ્યય કરતા નથી તે કદય કહેવાય છે. તેમાં તાદાવિક અને મૂળહર આ બન્નેના દ્રવ્યને નાશ થવાથી તેમના ધર્મ તથા કામને નાશ થાય છે. તેથી તેમનું કલ્યાણ નથી, કદયને દ્રવ્યસંગ્રહ તે રાજા, ભાગીદાર અને ચેર વિગેરેને ભંડાર કહેવાય છે તેથી તે દ્રવ્યને સંગ્રહ ધર્મ તથા કામને હેતુ થતો નથી. ઇત્યાદિ, આમ કહેવાથી ગૃહસ્થને ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવગને બાધા કરવી ઉચિત નથી એમ પ્રતિપાદન કર્યું. જ્યારે ભાગ્યના યોગથી ધર્મ, અર્થ અને કામમાંથી કેઈને બાધા થવાનો સંભવ થાય ત્યારે ઉત્તરોત્તર બાધા થયે છતે પૂર્વ પૂવ ની બાધાનું રક્ષણ કરવું. તેનું જ આ ઠેકાણે પ્રતિપાદન કરે છે.–
જ્યારે કામને બાધ આવે, ત્યારે ધર્મ તથા અને બાધા થવા દેવી નહીં. કારણ ધર્મ તથા અર્થ અબાધિત હોય તે કામને સહેલાઈથી મેળવી શકાય છે. અને કામ તથા અર્થને બાધ આવે તે ધર્મનું રક્ષણ કરવું. કારણ કે, અર્થ તથા કામની પ્રાપ્તિ થવામાં મૂળ કારણ ધર્મ છે. તેને માટે કહ્યું છે કે –
धर्मश्चेन्नावसीदेत, कपावेनापि जीवतः ।
आढ्योऽस्मीत्यवगन्तव्यं, धर्मवित्ता हि साधवः॥२॥ तथा-त्रिवर्गसंसाधनमन्तरेण, पशोरिवायुर्विफत्रं नरस्य । तत्रापि धर्म प्रवरं वदन्ति, न तं विना यनवतोऽर्थ
રામ છે રૂ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org