________________
R
अष्टादशगुणवर्णन.
::::
::::
BEE ME
વે શ્રાવકના પાંત્રીશ ગુણ પૈકી સત્તરમા ગુણનું વિવરણ =ી સમાપ્ત કરી કમથી પ્રાપ્ત થએલ “ત્રિવર્ગના સાધન કરવા
રૂપ” અઢારમા ગુણનું વિવરણ કરે છે.
હS
તથા–ત્રિવર્ગ એટલે ધર્મ, અર્થ અને કામ તેમાં જેનાથી અભીષ્ટકાર્યને ઉદય અને મેક્ષની સિદ્ધિ થાય તે ધર્મ કહેવાય છે. જેનાથી સર્વ વસ્તુના કાર્યની સિદ્ધિ થાય તે અર્થ કહેવાય છે. અને જેનાથી અભિમાનના રસથી પ્રેરાએલી સર્વ ઈદિને પ્રીતિ થાય તે કામ કહેવાય છે. તેથી પરસ્પર એક બીજાને (ધર્મ અને કામને) વિઘાત (નાશ) અથવા તે બાધા ન થાય તેવી રીતે ધર્માભિલાષી પુરૂષ ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવર્ગનું સાધન કરે. પરંતુ એકલા ધમને અથવા તે એકલા અર્થ કે કામને સાધે નહીં. કહ્યું છે કે –
यस्य त्रिवर्गशून्यानि दिनान्यायान्ति यान्ति च । सलाहकारजस्लेव, श्वसन्नपि न जीवति ॥१॥
શબ્દાર્થ–-જે પુરૂષના ધર્મ અર્થ અને કામરૂપ ત્રિવર્ગના સાધન શિવાયના દિવસે આવે છે અને જાય છે, તે પુરૂષ લુહારની ધમનની પેઠે શ્વાસ લે છે તે પણ તે જીવે છે એમ કહેવાય નહીં, ૧
તેમાં ધર્મ અને અને વિનાશ થવાથી અવિચારણીય એવા ઉત્પન્ન થએલા પદાર્થને વ્યય કરવારૂપ તાદાત્વિક વિષય સુખમાં લુબ્ધ થએલા વનહસ્તિની પેઠે ક પુરૂષ આપત્તિના સ્થાનરૂપ થયા નથી ? જે પુરૂષને કામ ઉપર અત્યંત આસક્તિ હોય છે તે પુરૂષને બ્રાદત્ત વિગેરેની પેઠે ધન, ધર્મ, અને શરીરને નાશ થાય છે. તથા ધર્મ અને કામનું ઉલ્લંઘન કરી ઉપાર્જન કરેલા દ્રવ્યને બીજાઓ અનુભવ કરે છે. અને પોતે તે હસ્તીને નાશ કરનાર સિંહની પેઠે અથવા મમ્મણ વિગેરેની પેઠે ઉત્કૃષ્ટા પાપનું ભાજન થાય છે. તથા અર્થ અને કામનું ઉલ્લંઘન કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org