________________
શ્રાદ્ધ ગુણ વિવરણ.
પ્રતિવિ –પ્રજા વર્ગની સાથે વિરોધ કરવો તે પણ ધમ પુરૂષને ઉચિત નથી. કારણ કે ગમે તેટલી સાવચેતી છતાં પણ માણસ જાતની ભુલ થયા શિવાય રહેતી નથી. કારણ કે પ્રાણી માત્રને કર્મોની સાથે અનાદિનો સંબંધ છે. અને તેને લઈને હમેશાં ભુલ થવા સંભવ છે. બીજા પ્રાણીઓ કરતાં મનુષ્ય જાત વિશેષ સમજુ છે, તે પણ અનાદિકાલના અભ્યાસને લઈને ભુલ થતાં વાર લાગતી નથી. શ્રતધરે જેવા મહા જ્ઞાની પુરૂષ જેઓ સંસારની સંપૂર્ણ અસારતાને સારી રીતે સમજે છે, અને તેવા અસાર સંસાથી મુક્ત થવા અતિ તીવ્ર ઉપયોગથી ધર્મકાર્યમાં પ્રવૃત્તિ કરે છે. છતાં પ્રમાદને વશ થઈ તેઓથી પણ ભુલ થઈ જાય છે. તે અલ્પની ભુલ થાય તેમાં નવાઈ જેવું નથી, તેથી આવી વખતે પ્રજા વર્ગવિધી હોવાથી તેઓ આવી ભુલને લાભ લઈધન, આબરૂ અને શરીરાફિકને અડચણ કરવા ચુકતા નથી, તેથી પણ વધીને રાજા અને અમલદાર વર્ગના કાન ભરી ભુલ કરનારને ખરાબ કરવા માટે બનતી કોશીસ કરી ખરાબ કરે છે. માટે પ્રજાવર્ગ કે અમુક સમુદાય સાથે વિરોધ કરે એગ્ય નથી. તે વિરોધ કરનારને મૃત્યુનું દ્વાર સમીપમાં છે એમ સારી રીતે સમજવું. પ્રજાવર્ગ કે સમુદાયની સાથેનો વિરોધ તે દૂર રહો પણ એક વ્યક્તિની સાથે પણ વૈર વિરોધ રાખવે ઉચિત નથી. શાસ્ત્રની દૃષ્ટિએ જોતાં સમરાદિત્ય જેવા મહાત્માને એક પક્ષના વિરેધને લઈને કેટલું સહન કરવું પડ્યું છે. આ પ્રસિદ્ધ બીના પ્રાયે કેઈથી અજાણ નથી, માટે વિરોધ કરતાં પહેલાં આવા મહાત્મા પુરૂનાં ચરિત્રે ધ્યાનમાં લાવી સર્વથા વિરોધ કરતાં અટકવું જોઈએ, અને તેમ કરવાથી સંસારીક અને ધાર્મિક કાર્યમાં પ્રજાવર્ગ અડચણ કરતા થતો નથી.
વલી સ્પર્ધા–બળવાન સાથે હરિફાઈ કરવી તે પણ યોગ્ય નથી. કદાચ કઈ કારણને લઈને હરીફાઈ થઈ જાય તે નિર્બળને પિતાને બચાવ કરતાં ઘણી અડચણ પડે છે. તેથી જાણી જોઈને બળવાનની સાથે હરીફાઈ કરવાથી દૂર રહેવું ઘણું સારું છે. અને જે તેમ કરવામાં ન આવે તે પોતે નિર્બળ છતાં બળવાન સાથે હરીફાઈ કરનારને મૃત્યુનું દ્વાર કાંઈ દૂર નથી. જો કે મનબળ, વચનબળ, કાયબળ, જ્ઞાનબળ, ધનબળ, કુટુંબબળ, અને રાજગળ વિગેરે બળ ગણાય છે, તે આ બધામાંથી જે બળની સાથે સ્પદ્ધ કરીએ તેમાં સામે માણસ વિશેષ બળવાન હોય તે પાછું હઠવું પડે છે. અને તેની સાથે વિરોધ થાય છે. કદી કઈ માણસમાં શરીરબળ વધારે હોય અને ધનબળ ન હોય તે એકાદ વખતે તે શરીરબળથી ધનવાનને પરાજ્ય કરી શકે છે. પણ પાછળથી તે પરાભવને બદલે લેવા ધનવાન પિતાના ધનબળથી શરીરબળવાળાને ભાડે રાખી અથવા તે બીજી યુક્તિ કરી તેને પરાભવ કરતા ચૂકતો નથી. માટે પ્રથમ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org