________________
એકાદશ ગુણુ વર્ણન.
पूर्वे वयसि तत्कार्यं, येन वृद्धः सुखीजवेत् । सर्ववयसा च तकार्यं येन प्रेत्य सुखीजवेत् ” ॥ २१ ॥ ॥
રાજ્જા —. આ મહીનાએ, એક દિવસે, પ્રથમની અવસ્થાએ અને આયુષ્ય કરી મનુષ્યે તેવું કાર્ય કરવુ જોઇએ કે આઠ મહીનાની, એક દિવસની, પ્રથમ વયની અને આયુષ્યની અંતે સુખને પામે ॥ ૧૯ ॥ દિવસે તેવુ કાર્ય કર્યું કે જેથી રાત્રિએ સુખી થવાય. આ મહીનામાં એવું કાર્ય કરવું કે વર્ષા - તુમાં સુખી થવાય ॥ ૨૦ । પ્રથમ વયમાં એવું કાય કરવુ કે જેથી વૃદ્ધાવસ્થામાં મુખી થવાય સપૂર્ણ વયથી એવું કાર્ય કરવુ કે જેથી પરલોકમાં સુખી
થવાય ॥ ૨૩ ॥”
૧૧૫
ભાવાર્થ-કાર્ય કરતાં પહેલાં મનુષ્ય માત્રે વિચાર કરવા જોઇએ કે આ‘ કા ર્યંનુ ફળ ભવિષ્યમાં કેવું મળશે. આમ વિચાર કર્યાંથી પ્રાયે અકૃત્ય થતાં નથી, વર વિરાધ થતા નથી અને જીવને ભવિષ્યમાં શાંતિ મળે છે. વગર વિચારે કાર્ય કરવાથી લાભદાયી કાર્યથી પણ દુઃખ થાય છે. કેમકે એનું પરિણામ કયારે અને કેવુ' આવશે તે અનિશ્ચિત હાય છે, માટે કાર્ય કરતાં પહેલાં વિચાર કરવાના કે આ કાર્ય પ્રાયે આટલી મુદતમાં પુરૂં થશે. હું તે કરવા સમર્થ છું, દેશકાળાદિ અનુકૂળ છે. આ કાર્યથી મને કાંઇ પણ ઉપાધી થશે નહીં. એમ સમજી કાર્ય કરે તે દિવસના કરેલા કાર્યથી રાત્રિએ ચિંતારહિત હાવાથી નિદ્રા આવવામાં અડચણ નડશે નહીં, તેમજ આઠ મા સમાં કરેલા કાર્યથી ચતુર્માસમાં ધ સાધન વિગેરે ક્રિયામાં વિદ્મ આવી પડશે નહીં. એજ પ્રમાણે પ્રથમની અવસ્થામાં એવું કાર્ય કરવું કે જેથી વૃદ્ધાવસ્થામાં ધર્મસાધન કરી શકાય, અને આખી જીંદગી એવી રીતે વ્યતીત કરવી જોઇએ કે જેથી આગામિ ભવમાં સુખપૂર્વક ધર્મની પ્રાપ્તિ થાય. આ હેતુથી જેનું પિરણામ થાડા કાળમાં સમજાય તેવુ' ન હેાય એવાં તથા ખીજાની સાથે વિરોધ થાય તેવાં કાર્યો કદિ પણ કરવાં નહીં. હમેશાં ચિન્તા છે તે ચિતા સમાન છે, એવું આજ ગ્રંથમાં કડી આવ્યા છીએ, માટે જે કાર્ય કરવાથી ચિન્તા ઉભી થાય અને હંમેશાં ચિત્ત ઉદ્વિગ્ન રહે તેવાં કાર્ય ધર્મી પુરૂષોએ કિશ્ન કરવાં નહીં. જેમાં વસ્તુની આપ લે છેજ નહીં, પણ કેવળ ભાવ ખ'ડી ધનની આપ લે કરવામાં આવે છે, એવા સટ્ટા, સરત, જુગાર વિગેરેથી મન ઉપર ખરેખરી અસર થાય છે, અને મન હંમેશાં ચિન્તાતુર રહે છે, તે આવા વેપારથી જરૂર વિરામ પામવા. વળી ખરેખરી વસ્તુની આપ લેના વેપાર પણ પેતાની શક્તિ ઉપરાંત કરવાથી ચિત્તને અસમાધી રહે છે, અને વખતે નફાને બદલે નુકસાન થઇ જાય છે, તેા ગજા ઉપરના વેપાર કરવાથી પણ મનુષ્ય સુખી થતા નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org