________________
દ્વાદશ ગુણ વર્ણન.
૧૨૧ દરિદ્ર સ્ત્રીની પુત્રી પણે થએલે છે. તેણે તેલના ચેથા ભાગનું પુણ્ય માંગી લેવાથી અને તમારૂં તેને દર્શન થવાથી તમે તેને સવાલાખ રૂપીયાની કિંમતની મુદ્રિકા અર્પણ કરી તેથી તેણીને જીવિત પ્રાપ્ત થયું. આ કારણથી “એક ગણું દાન અને સહસ્ત્ર ગણું પુણ્ય” એ વાક્યને નિશ્ચય થયો પછી તે બાળકને આલિંગન કરી હષિત થએલો રાજા પોતાના નગર તરફ ચાલી નિકળે.
એવી રીતે આવકને અનુસરી ખરચ નહીં કરનાર મનુષ્યને લેકમાં શેભા, કીત્તિ અને ધમની પ્રાપ્તિ થતી નથી અને આગામિક કાળમાં પણ કદયની પેઠે સારું પરિણામ આવતું નથી. કહ્યું છે કે
ત્યાનો ગુણ વિરવત, વિત્ત ત્યાગવત ગુ ..
परस्परवियुक्तो तु, वित्तत्यागौ विमम्बना ॥५॥" શબ્દાર્થ દ્રવ્યવાન પુરૂષને ત્યાગ (દાન) હોય તે તે ગુણ છે. અને દાન કરવાવાળા પુરૂષને દ્રવ્ય હોય તો તે ગુણ છે. દ્રવ્ય અને ત્યાગ આ બને આપસ આપસમાં જુદા હોય તે એ બન્નેની વિડંબના થાય છે. પ (અર્થાત ધનાઢ્ય દાતા ન હોય અને દાતા ધનાઢ્ય ન હોય તે વિડંબના શિવાય બીજું શું છે?). | દાતાને દૂરથી જ દેખતાંની સાથે વર્ષાઋતુના મેઘની પેઠે જનસમૂહ ઉજજીવિત (આનંદિત ) થાય છે. વખતે વખત દાનરૂપ વૃષ્ટિની પ્રવૃત્તિ કરનાર દાતા જેમ મહેટા હાથીની પેઠે નીચ પુરૂષેથી પરાભવ પામતા નથી, તેમજ ઉદાર મનુષ્ય દાનરૂપ અંકુશથી ક્ષણવારમાં હાથીની માફક રાજાઓને વશ કરે છે, જેમ સૂર્યને અંધકારનાં પુદગલે પરાભવ કરી શકતાં નથી, તેમ દાતાને દુજ ન મનુષ્યનાં વચને પરાભવ કરી શકતાં નથી. તથા દાતા દેશ અને કાળથી નષ્ટ થયો હોય તો પણ તે વિક્રમાદિત્ય વિગેરેની પેઠે અવિનાશી યશરૂ૫ શરીરથી જાણે? આગળ કુરાયમાન ન હોય તેમ પ્રકાશે છે. વધારે કહેવાથી શું ? કહ્યું છે કે
" संपदि विपदि विवादे, धर्मे चार्थे परार्थसङ्घटनें ।
देवगुरुकृत्यजाते स्फुरत्युदारः परं लोके ॥६॥" શબ્દાર્થ આ લેકમાં ઉદાર માણસ સંપત્તિમાં, વિપત્તિમાં વિવાદમાં ધર્મમાં અને અર્થમાં બીજાના અર્થને સાધવામાં તથા દેવ અને ગુરૂ સંબંધી કાર્ય પ્રાપ્ત થતાં સ્કુરાયમાન થાય છે. એ ૬
આથી આવકને અનુસાર ખરચ કરનાર થવું જોઈએ. જે આવકથી અનુચિત ખરચ હોય છે તે ખરચ જેમ રેગ શરીરને કશ કરી સંપૂર્ણ કાર્યમાં અશક્ત બને નાવી દે છે, તેમ મનુષ્યના વૈભવરૂપ સારને કૃશ કરી પુરૂષને સંપૂર્ણ વ્યવસાયમાં અસમર્થ બનાવી દે છે, કહ્યું છે કે – ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org