________________
૧૦૨
શ્રાદ્ધ ગુણ વિવરણ.
વિહવળ થવાને લીધે ભીંત બરાબર ચણી શક્યા નહીં તેમાં હમારે શ દેષ?” રાજાએ વેશ્યાને બેલાવી પુછયું. વેશ્યાએ જવાબ આપ્યો કે “રસ્તામાં જતાં મ્હારા સામે કોઈક દિગંબર (નિર્વસ્ત્ર પુરૂષ) આવ્યો તેની મને લજા આવવાથી તે માર્ગ છેડી
જ્યાં ભીંત ચણાતી હતી તે માર્ગેથી હું ગઈ હતી. આ વાત સાંભળી વેશ્યાને રાજાએ છેડી દીધી. પછી રાજાએ દિગંબરને બેલ અને તેને પુછયું પણ તે કાંઈ બે નહીં, એટલે રૂણ થયેલા નિર્વિચાર રાજાએ તેને શૂળીએ ચઢાવવાની આજ્ઞા કરી તે પછી કોઈએ રાજા પાસે આવી કહ્યું કે તે શૂળીમાં માતો નથી. રાજાએ આદેશ કર્યો કે શૂળી ઉપર જે માય તેને શૂળી ઉપર ચઢાવો આ પ્રમાણે આદેશ થતાં રાજાના શાળાને શૂળી ઉપર ચઢાવી દીધેકહ્યું છે કે – “ विचारयति कस्तत्त्वं, निर्विचारे नृपे सति।
राजोक्त्या राजशालोऽषि, शूलायामधिरोपितः ॥६॥ શબ્દાર્થ:–“ જ્યાં રાજા નિર્વિચાર હોય ત્યાં તત્ત્વો વિચાર કેણ કરે? જુઓ રાજાની ઊંકિતથી રાજાના સાળાને પણ શી ઉપર ચડાવી દીધો / ૬
આ પ્રમાણે જોઈ આ નગરની પ્રજા કેવી રીતે સુખી થતી હશે.? એમ વિચાર કરતો શ્રીવિકમરાજા પોતાના કાર્ય માટે ચાલ્યો ગયે, આવા નગરમાં વાસ કરે તે લાભકારક નથી. કહ્યું છે કે
“ यदि वांच्चति मूर्खत्वं, बसेद्रामे दिनत्रयम् । __अपूर्वस्यागमो नास्ति, पूर्वाधीतं विनश्यति ॥७॥ તથા–
जत्य पुरे जिणनवणं, समयविज साहुसावया जत्य । तत्य सया वसियव्वं, पनरजर्व इंधणं जत्थ ॥७॥
શબ્દાર્થ—જે મુખતા મેળવવાની ઇચ્છા હોય તે જે ગામમાં અપૂર્વ જ્ઞાનની પ્રાપ્તિ નથી અને પૂર્વનું ભણેલું નાશ પામે છે તેવા ગામમાં શણ દિવસ વાસ કરે ૭ વળી જ્યાં જિનેશ્વરનું મંદિર હય, જ્યાં સિદ્ધાંતના જાણ સાધુ અને શ્રાવકે વસતા હેય, અને જ્યાં પ્રચુર જળ તથા ઇંધણ મળતાં હોય ત્યાં હમેશાં રહેવું જોઈએ. ૮.
કદી સાધુજનના વિરહવાળે દેશ ઘણા ગુણવાળે હોય તે પણ ધર્માથી પુરૂ તેવા દેશમાં રહેવું જોઈએ નહીં. અથવા દુષ્કાળ, પરચકને ઉપદ્રવ, મરકી વિગેરેને સૂચવનારા અનેક ઉત્પાતોથી પરાભવ પામેલા સ્થાનને ઉપપ્પત કહે છે તે આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org