________________
-
૯૧
અષ્ટમ ગુણ વર્ણન. મસ્તક એ પુરૂષની અર્થિપુરૂષને વિષે સંપત્તિ વગરની સ્વાભાવિક પૂજા ગણાય છે. ”
કુમારના સ્નેહ યુક્ત આલાપ વિગેરે જઈ પ્રભાકર વિચાર કરવા લાગે કે, “અહો ! આ કુમારની નિર્મળ મૂર્તિ, મિત અને મધુર વચન, નવીન એચિત્ય ચાતુર્યતા અને આત્માની નિર્મળતા કેવી આશ્ચર્યજનક છે ! કેટલાએક પુરૂ બાલ્યાવસ્થાથીજ દ્રાક્ષની પેઠે મધુર હોય છે, કેટલાએક આગ્ન વૃક્ષની પેઠે કાલાંતરે મધુરતાને પ્રાપ્ત થાય છે અને કેટલાએક તે ઇંદ્રવારણના ફળની પેઠે વિપાકથી (પાકવાથી) કદિ પણ મધુર થતા નથી, અને જ્યાં આકૃતિ હોય ત્યાં ગુણો વાસ કરી રહે છે. એ પ્રમાણે નિશ્ચય કરી પ્રભાકર તેની સેવા કરવા લાગ્યું. તેથી કુમારે તેને રહેવા નગરની અંદર એક મકાન અપાવ્યું. પછી પ્રભાકરે ઉત્તમ સ્વભાવવાળી, સ્થિરતાવાળી અને વિનયાદિક ગુણવાળી એક બ્રાહ્મણને પિતાની ભાર્યા કરી, તથા મહાન ધનાઢ્ય, પરોપકારરૂપ વ્રતને ધારણ કરનાર અને પુરજનેમાં મુખ્ય એવા વસંત નામના વણકને મિત્ર કર્યો. અનુક્રમે પિતા મરણ પામતાં ગુણસુંદર કુમાર રાજા થશે, અને સર્વ કાર્ય કરવામાં સમર્થ પ્રભાકર મંત્રી છે. એક વખતે અશ્વના વેપારીઓએ બે જાતિવંત ઘોડાએ રાજાને ભેટ કર્યા. તે ઉત્તમ લક્ષણવાળા હતા પરંતુ વિપરીત શિક્ષાને પામેલા હતા. તે બિના જાણ બહાર હેવાને લીધે રાજા અને મંત્રી અને ઘોડા ઉપર આરૂઢ થઈ નગરની બહાર જઈ અો ખેલાવવાના થાનમાં અને ખેલાવી વેગ જાણવાની ઈચ્છાથી તે બન્નેએ અને ચાબુકને પ્રહાર કર્યો તેથી તે બને એટલા તે વેગથી ચાલી નિકળ્યા કે કોઈ પણ તેઓની ગતિને પહોંચી શકે નહીં. અનુક્રમે વનમાં આમળાંના વૃક્ષ નીચેથી પસાર થતા નિશાનબાજ મંત્રીએ ત્રણ આમળાં ગ્રહણ કરી લીધાં. પછી તેમણે લગામ મુકી દીધી એટલે એકદમ બને અને ઉભા રહ્યા. આ વખતે રાજાને તૃષા લાગી હતી તેથી મંત્રીએ એક આમળું આપ્યું; ક્ષણવારમાં અતિ તૃષાતુર થયેલા રાજાને બીજું અને ત્રીજુ આમળું આપ્યું. એવી રીતે ત્રણ આમળાથી કાળ ક્ષેપ કરતાં પાછળ રહેલું એન્ય આવી પહોચ્યું. પછી સ્વસ્થ થઈ નગરને વિષે આવી પહોંચ્યા.
હવે ગુસુંદર રાજાને એક પાંચ વર્ષને પુત્ર હતું તે બાળ હરિણને સાથે લઈ હિમેશાં મંત્રીના મકાનમાં કીડા કરવા આવતું હતું. એક વખતે મંત્રીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org