________________
૧૮
શ્રાદ્ધગુણ વિવરણ કાળે કરી આયુષ્યની સમાપ્તિ થતાં પાત્રમાં દાન આપનાર તે જૈન બ્રાહ્મણ તે દાનના પ્રભાવથી પ્રથમ દેવલેકમાં દેવતા થશે. ત્યાંથી અવીને રાજગૃહનગરમાં નદિષેણ નામે શ્રેણિક રાજાને પુત્ર થયે, તેણે વન વયમાં પાંચ રાજકન્યાઓની સાથે પાણિગ્રહણ કર્યું અને તે (નંદિણ) દેગુંદ દેવતાની પેઠે મનહર વિષય સુખરૂપ સમુદ્રમાં મગ્ન થયે.
આ તરફ તે લક્ષ બ્રહ્મ ભોજન કરાવનાર બ્રાહ્મણ પાપાનુબંધી પુણ્યને પુષ્ટ કરનાર તેવા પ્રકારના વિવેક રહિત દાનથી ઘણા ની અંદર કાંઈક ભેગાદિક સુખને ભેગવી કેઈક જંગલમાં હાથીપણે ઉત્પન્ન થયે પૂર્વે યૂથપતિએનાશ કર્યો છે હાથીપુત્ર જેના, એવી કઈ હાથણીએ યૂથપતિને વંચન કરી કઈ તાપસના આશ્રમમાં એક કલભને જન્મ આપ્યો, અને તેને ત્યાંજ મુ.તે ગજકલભ (હાથીનું બચ્ચું તાપસના કુમારની સાથે વૃક્ષેને પાણી સિંચતો હેવાથી તાપસેએ તેનું સંચાનક એવું નામ પાડ્યું. કેઈક અવસરે પિતાના યૂથપતિ પિતાને મારી પતે યૂથપતિ થયે, અને હાથણએના ટોળાને ગ્રહણ કરી લીધું. તે હાથી પિતાની માતાના પ્રપંચને પ્રથમથીજ જાણતું હતું, તેથી તેણે તાપસેના આશ્રમને ભાંગી નાખે. ખેદ પામેલા તાપસે એ શ્રેણિક રાજાને તે હાથી બતાવ્યું. તે હાથી આ પ્રમાણે હતે-સાત હાથ ઉંચે, નવ હાથ લાંબે, ત્રણ હાથ હિલો, દશ હાથ વિસ્તારમાં અને વીશ નખએ સુશોભિત હતે. ચડાવેલા ધનુષ્યના જેવા તેના ઉંચા કુંભસ્થલ હતા, કંડમાં લધુ હતો, મધુ સમાન પિંગલ નેત્રો હતાં, ચળકતા ચંદ્રના જેવી ઉજવલ કાંતિ હતી, ચારશે ને ચાલીસ સારાં લક્ષણ યુક્ત હતે. તે ભદ્ર જાતિને હાથી સાત અંગમાં સુશોભિત હતે. શ્રેણિક રાજાએ તેને અતિ ય પૂર્વક પકડીને પિતાને પટહસ્તિ કર્યો. રાગ્ય આહાર તથા વસ્ત્ર ઓઢાડવા વિગેરેની તેની બરદાસ થવાથી તે સુખી થયો. કેઈક અવસરે તાપસએ જે ! આ અમારા આશ્રમને ભાંગવાનું ફલ છે,” એમ તે હાથીને કહ્યું અને માર્મિક બીના યાદ કરાવી તેથી આલાન તંભને ઉખેડી ત્યાંથી નિક અને બીજી વાર તાપના આશ્રમને નાશ કર્યો. પરિવાર સહિત શ્રેણિક રાજા તેની પાછળ ગયા પરંતુ તે દુઃખે કરી વશ થાય તે હાથી કોઈ નાથી પણ વશ કરી શકાય નહીં. પછી રાજાની આજ્ઞાથી નંદિણ કુમારે તે હાથીને હંકાર્યો. નંદિવેણુકુમારને જોઈ આ કોઈ પણ મહારે સંબંધી છે, એમ વિચાર કરવાથી તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, એટલે તે શાંત થઈ ઉભે . પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org