________________
ર૦
શ્રાદ્ધગુણ વિવરણ,
અન્યાયથી પ્રાપ્ત થયેલા દ્રવ્ય કરી સત્પાત્રને પિષણ કરવારૂપ ત્રીજો ભાગ જાણ. સારા ક્ષેત્રમાં વાવેલા સામાન્ય બીજના ફળરૂપ અંકુરની પેઠે તે દ્રવ્યનું ભવિષ્યકાળમાં સુખની ઉત્પત્તિમાં સહચારીપણું હોવાને લીધે ઘણા આરંભથી દ્રવ્ય ઉપાર્જન કરનાર રાજાઓ તથા વેપારીઓના સંબંધમાં આ ત્રીજો ભાગે જણાવ્યું છે. અર્થાત્ રાજાઓ અને વેપારીઓ મહારંભથી દ્રવ્યને મેળવે છે અને ઉત્તરકાળમાં તે દ્રવ્ય તેમને સુખ આપનારું થાય છે, તેમ અન્યાયથી ઉપાર્જન કરેલા દ્રવ્યને સત્પાત્રમાં વિનિયોગ થવાથી પરિણામે સુખ આપનારું થાય છે. કહ્યું છે કે – " खरोऽपि गवि पुग्धं स्यादुग्धमप्युरगे विषम् । पात्रापात्र विशेषेण तत्पात्रे दानमुत्तमम् ॥ १॥"
શબ્દાર્થ—ખોળ પણ ગાયને વિષે (ગાયને ખવડાવવાથી) દુધ ઉત્પન્ન કરે છે અને દુધ પણ સપને વિષે (સર્પને પાવાથી) ઝેરને ઉત્પન્ન કરે છે. પાત્રાપાત્રના વિશેષે કરી આવું ફળ થાય છે તેથી પાત્રને દાન આપવું ઉત્તમ છે ”
તેવી જ રીતે તેજ સ્વાતિ નક્ષત્ર અને તેજ જળમાં પાત્ર વિશેષથી મટે અંતર છે. સપના મુખમાં પડેલું ઝેર થાય છે અને છીપમાં પડેલું માર્તિક થાય છે.
મહા આરંભરૂપ અનુચિત વૃત્તિથી મેળવેલું દ્રવ્ય સારા ક્ષેત્રમાં વાવ વિના મમ્મણ શેડ વિગેરેની પેઠે દુર્ગતિના ફળનેજ આપનારું થાય છે. કહ્યું છે કે“ ववसायफवं विहवो, विवहस्स फवं सुपत्तविणिोगो ।
तयनावे ववसाओ, विहवोवि य दुग्गनिमित्तं ॥ १॥"
શબ્દાર્થ—“ વ્યાપાર કરવાનું ફળ વિભવ અને વૈભવનું ફળ સત્પાત્રમાં વિનિગ કરે તે છે, પરંતુ તેના અભાવે વ્યાપાર અને વૈભવ પણ દુર્ગતિના હેતુ થાય છે. ૧ છે ”
અન્યાયથી ઉપાર્જન કરેલા દ્રવ્ય કરી કુપાત્રના પિષણ વિગેરે કરવારૂપ છે ભાગે જાણવો છે આ ચતુર્થ ભંગ આ લેકમાં પુરૂષને નિંદનીક હોવાથી અને પરમાં દુર્ગતિને હેતુ હોવાથી વિવેકી પુરૂએ ત્યાગ કરેગ્ય છે. કહ્યું છે કે
"अन्यायोपात्तवित्तस्य दानमत्यंतदोषकृत् । धेनुं निहत्य तन्मांसाक्षाणामिव तर्पणम् ॥ १॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org