________________
શ્રાદ્ધ ગુણ વિવરણ.
અને હેટા આરંભ તથા પરિગ્રહવાળા છે નરકને વિષે ઉત્પન્ન થાય છે.” જો બીજી કોઈ રીતે નિર્વાહ થઈ શકતું હોય તે પાપથી ભય રાખનાર પુરૂષે માંસાદિના ઉપલક્ષણથી બાવીશ અભક્ષ્ય અને બત્રીશ અનંતકાયનું ભક્ષણ, તેને વેપાર અને પંદર કર્માદાનને પણ વિમળ શ્રેણીની પેઠે ત્યાગ કરે જોઈએ. તેમજ ગૃહસ્થાએ હમેશાં પાપથી ભય રાખનાર થવું જોઈએ, કારણ કે પાપભીરુ પુરૂષને વિમળની પિઠે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તેનું ઉદાહરણ આ પ્રમાણે છે
કુશસ્થળ નામે નગરમાં વિમળ અને સહદેવ નામે કઈ એક શેઠના પુત્ર રહેતા હતા. તેમાં વિમળ પાપભીરુ હતું, અને સહદેવ તેનાથી વિપરીત સ્વભાવવાળે હિતે. તે બન્ને ભાઈઓએ ગુરૂ પાસે સમ્યકત્વ મૂળ બાર વ્રત ગ્રહણ ક્યાં હતાં. એક વખત બને ભાઈઓ વેપાર માટે દેશાંતર ચાલ્યા. માર્ગમાં મુસાફરોએ વિમળને રાતે પુછયે. વિમળે કહ્યું કે “હું જાણતું નથી અનુક્રમે બીજા વેપારીઓ શ્રાવસ્તી નગરીમાં ઘણે લાભ સાંભળી તે તરફ ગયા. પણ વિમળ શ્રેણી માર્ગમાં ઘણી સૂકમ દેડકીઓ જેવાથી શ્રાવસ્તી તરફ ન જતાં કનકપુર તરફ ચાલ્યા. રસ્તામાં જતાં એક ગામમાં ગળી, મીણ, મધ, લૂણ અને જુના તલ વિગેરે પાપકારી વસ્તુઓ સસ્તી મળતી હતી પરંતુ પાપથી ભય પામેલા વિમળે ગ્રહણ કરી નહીં. કેટલાએક ગામડીઆ માં પણ તાવી ઘી આપતા હતા, પણ વિમળ ગ્રહણ કર્યું નહીં, પરંતુ તેને ગ્રહણ કરવાની ઈચ્છાવાળો સહદેવ ન્હાનું આપતો હતો, પણ વિમળે તેમ થવા દીધું નહીં. વળી આગળ ચાલતાં એક ગામમાં માછી લેકોએ જાળ બનાવવા માટે સુતર માગ્યું. સહદેવ તે આપવાને ઉત્સાહવાળે થયો, પણ વિમળે આપવા દીધું નહીં. અનુક્રમે બન્ને ભાઈઓ કનકપુર પહોંચ્યા. ત્યાં રસોઈ વખતે કોઈ વેપારીએ અગ્નિ માગે, પણ વિમળે તે આપે નહીં. તે જોઈ કઈ દેવે વેપારીનું રૂપ કરી પરીક્ષા કરવા માટે અગ્નિ માગે, પણ તેણે અગ્નિ નહીં આપવાથી કોપયુકત થયેલે તે દેવ રાક્ષસરૂપ ધારણ કરી ભય પમાડવા લાગે, પણ વિમળ ભય પામે નહીં. પછી રાક્ષસે કહ્યું કે “અરે ! જે તું મને અગ્નિ આપે તે હું તને છોડી દઉં.” વિમળે કહ્યું કે “હે રાક્ષસ ! અગ્નિ ચારે તરફના મુખવાળું શસ્ત્ર છે તેથી શ્રાવકે તેને આપતા નથી જે કારણથી કહેલું છે કે, “પાપથી ભય રાખનાર શ્રાવકેએ કદી પણ મધ, મદિરા, માંસ, ઔષધ. મૂળીયાં, શસ્ત્ર, અગ્નિ, યંત્ર અને મંત્ર વિગેરે આપવાં નહીં. વળી “શસ્ત્ર, અગ્નિ, મુશળ, યંત્ર, તૃણુ, કાષ્ટ, મંત્ર, મૂળ અને ઓષધિ શ્રાવક આપે અને અપાવે પણ નહીં. કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org