________________
શ્રાદ્દગુણ વિવરણ
૩૭ કાર્યો કરતાં અટકવું, પુનઃ પુનઃ વિચાર કરે અને હારી નિંદિત કાર્ય કરવાની મતિ કેમ થાય છે, એમ વિચારી દુર્મતિને બનતે પ્રયત્ન ત્યાગ કર.
લક્ષમીના સંબંધમાં પૂર્વે સૂચવેલું ધનશ્રેષ્ટિનું ઉદાહરણ આ પ્રમાણે છે.
કાંચનપુરમાં સુંદરએષ્ટિને ધનશ્રેષ્ટિનામે પુત્ર નવાણું લાખ દ્રવ્યને સ્વામી હતે. પંચાવન લાખ પૂર્વજોના કમથી આવેલા હતા અને ચુંમાલીશ લાખ પિતાના પિતાએ ઉપાર્જન કરેલા હતા. જ્યારે પિતાના પિતા પરલોક ગયા ત્યારે તે ધનશ્રેષ્ટિએ કેડ દ્રવ્ય મેળવવાની ઈચ્છાથી ગૃહકાર્ય અને ધર્મકાર્ય વિગેરેના ખર્ચમાં એક લાખ દ્રવ્યને ઘટાડે કે, તે પણ વર્ષની અને હિસાબ (સરવૈયું) તપાસતાં કેટલાએક કરીયાણાના ભાવ ઉતરી જવાથી તેટલું જ (નવાણું લાખ) દ્રવ્ય રહ્યું. ખર્ચ ઘટાડવાથી પણ અધિક દ્રવ્ય થયું નહીં. પછી બીજા દેશમાં જઈ પંદર પ્રકારના કર્માદાનેથી વેપાર કરતાં તેણે એક ફ્રોડથી અધિક દ્રવ્ય ઉપાર્જન કર્યું. દેશાંતરથી પાછા ફરતાં રસ્તામાં ભલેએ તેનું સઘળું દ્રવ્ય લુંટી લીધું અને કાંઈક ગુપ્ત રાખેલાં આભૂષણ વિગેરે સારવસ્તુને લઈ તે ધનશ્રેષ્ટિ પિતાને ઘેર આવ્યા. અને બીજીવાર હિસાબ (સરવૈયું) તપાસતાં પણ પૂર્વે હતું તેટલું જ (નવાણું લાખ) દ્રવ્ય રહ્યું. પછી ઘણા લેભથી આકુળ વ્યાકુળ મનવાળા તે ધનશ્રેષ્ટિએ પલ્લી અને તેની આજુબાજુના ગામમાં જઈ, ચરેએ ચોરી કરીને આપેલી વસ્તુઓ સસ્તા ભાવથી લેવી, ચેરેને મદદ આપવી અને રાજકાયદાનું ઉલ્લંઘન કરવું વિગેરે પ્રકારથી તેણે સવાડ દ્રવ્ય ઉપાર્જન કર્યું. પછી કઈ ગામમાં અગ્નિથી તે સઘળું બળી જવાથી પિતાના આત્માની નિદામાં તત્પર થયેલ તે ધનશ્રેષ્ઠિ ઘેર આવ્યું તેને જિનદત્ત નામના તેના મિત્રે પ્રતિબંધ કર્યો કે “હે મિત્ર! ખરાબ વેપારથી દ્રવ્ય અને ધર્મની હાનિ તું ન કર, અને ઘર વિગેરેને ખર્ચ પણ પૂર્વે જેટલે કરતે હવે તેટલેજ કર” પછી તે ધનશ્રેષ્ટિ પૂર્વની પેઠે ખર્ચ વિગેરે કરી વેપાર કરવા લાગ્યો. એક વખતે તેણે લાખ દ્રવ્યના સ્વામીઓથી કરાતી કોટી ધ્વજ વાળા ગૃહસ્થની અભ્યથાનાદિ ભક્તિને જોઈ, ૧ સાધન (મંત્રાદિ,) ૨ વાહન (ઘેડા પ્રમુખ) અને ૩ ખાણ એ ત્રણ પ્રકારથી ઘણું દ્રવ્ય ઉપાર્જન થાય છે, એમ શ્રવણકરી પ્રથમ ઘોડાને વેપાર કરવા માંડે. પછી મિત્ર પ્રમુખે તે ધનશ્રેષ્ટિને વાર્યો તે પણ તે વહાણે ચઢયે, ત્યાં તેણે ઘણા પ્રમાણુ દ્રવ્ય મેળવ્યું. પછી એક ફ્રોડની કિંમતનું રત્ન પિતાની જંઘામાં ઘાલી પાછા આવતાં તેનું વહાણ ભાંગી ગયું; અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org