________________
તૃતીય ગુણ વર્ણન. જાણમાં આવ્યું નહીં. જ્યારે મુનિશ્રી ત્યાંથી ચાલી નીકળ્યા ત્યારે તેની સાસુ પ્રમુખે તેના પતિને બતાવ્યું કે જે! હારી સ્ત્રીનું તિલક મુનિના લલાટમાં સ કમાણ થયું છે. તે જોઈ બુદ્ધદાસ વિચાર કરવા લાગ્યા કે આ પરમ શ્રાવિકાની આવી વિપરીત વાત કેમ સંભવે? અથવા વિષય બલવાન છે,એમ વિચારી તે સુભદ્રા તરફ મંદ સ્નેહવાગે થયે. સુભદ્રાએ આ વૃત્તાંત કઈ પણ પ્રકારે જાણી લીધું. પછી સુભદ્રા તે અસત્ય અપવાદ દૂર કરવાને રાત્રિમાં શાસનદેવીના સાનિધ્ય માટે કાર્યોત્સર્ગ કરી ઉભી રહી. તેના શીલની જાણકાર શાસનદેવી પણ સુભદ્રા પાસે આવી, અને કહ્યું કે, “હે ભદ્રે ! હારૂં શું પ્રિય કરું? આ વચન સાંભળી સુભદ્રા બેલી કે, હે દેવિ ! મહારા અપવાદને દૂર કરી તમે જૈનશાસનની પ્રભાવના કરે. દેવીએ જવાબ આપે કે, હું પ્રભાતે ચંપાનગરીના દરવાજાઓ બંધ કરી નગરીના લેકે જ્યારે આકુળ વ્યાકુળ થશે ત્યારે આકાશમાં રહીને આ પ્રમાણે બેલીશ કે, “જે સ્ત્રી મન, વચન અને કાયાથી નિર્મળ શાળવાળી હોય તે ચાળણીમાં જળ સ્થાપી તે જળથી દરવાજાનાં કમાડને ત્રણ વાર છાંટ એટલે કમાડે ઉઘડી જશે. અને જ્યારે નગરની બીજી સ્ત્રીઓથી ચાલણીમાં જળ ન રહે ત્યારે તેમની સમક્ષ તું તેમ કરી બતાવજે, એટલે હારો અપવાદ દૂર થશે અને કીર્તિ ફેલાશે”પછી સુભદ્રાએ દેવીના આદેશ પ્રમાણે નગરીના ત્રણ દ્વાર ઉઘાડી ચોથું દ્વાર કોઈ પણ અન્ય સતી હશે તે ઉઘાડશે, એમ ધારી ત્યાંથી પાછી ફરી. આમ થવાથી ચ પાનગરીમાં જેનશાસનની પ્રભાવના થઈ,અને સુભદ્રાને શ્વસુરવર્ગ, રાજા અને સંપુર્ણ નગર પ્રતિબંધ પામ્યું.
આવા પ્રકારની કેટલીએક ઉત્તમ સ્ત્રીઓ હોય છે, તેથી પરીક્ષા પૂર્વક તેવી ઉત્તમ કન્યાઓ સાથે લગ્ન કરવામાં પ્રયત્ન કર જોઈએ. તેમ કરવાથી વધૂના રક્ષણને ઉપાય કરનાર પુરૂષને સુજાત અને અતિજાત જેવી સુત સંતતિ રૂપ ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. અને તે સંતતિથી ગૃહસ્થ પિતાના ત્રણથી મુક્ત થાય છે, તેમને સર્વ કાર્યમાં સહાય મળે છે. હંમેશાં મનને સ્વસ્થતા અને વિશ્રાંતિ મળે છે, સંપૂર્ણ આર્થિક વેપારમાં વિશ્વાસ પ્રાપ્ત થાય છે, વખત આવે ઘરભારનું આરે પણ કરવાથી ઈચ્છા મુજબ પિતાની પુન્ય કાર્યમાં પ્રવૃત્તિ થાય છે. અને ચિત્તને વિષે ચિતવેલા મારથે પૂર્ણ કરવા વિગેરેથી મહિમા અને ઉતિ થાય છે. શ્રી ઉદયનમંત્રીતે વાગભટ્ટ અને આમદેવ વિગેરેથી જેમ આલેકનું ફળ થયું હતું, તેમ સંતતિ પરલેકના ઉદય માટે પણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org