________________
६
શ્રાદ્ધગુણ વિવરણ માન્યતા છે. તે શાકત રીતિએ પ્રયત્ન કરતાં જે દ્રવ્ય મળે તેનાથી સતિષમાન રોગ્ય છે.
. આ ગ્રંથમાં આગળ આપેલા ધનશ્રેષ્ઠિના દ્રષ્ટાંતથી આ વાત સિદ્ધ થાય છે, તેથી – મી પુણનુણાળિી એ યથાર્થ જ છે.
“રાનાનુરારિ રીરિ?— કીર્તિ દાનને અનુસારે થાય છે. આ સંબંધમાં જણાવવું જોઈએ કે કેટલાક ગૃહસ્થ પિતાને ત્યાં કેઈના ધર્માદાના પૈસા જમે હોય, અથવા પિતે ધર્માદા નિમિત્તે કાઢયા હોય તે ન વાપરતાં પિતાને ત્યાં જે જમે રાખ્યા હોય તે પસાથી કઈ દાનાદિ કાર્ય કરી પિતાની કીર્તિ થાય તેવું ઈચ્છે છે તે એગ્ય નથી; આવા દાનાદિક અવસરે પણ ન્યાયનું અવલંબન કરી યથાતથ્ય જણવવું એગ્ય છે. કારણ કે કપટથી દાન કરતાં જ્યારે કપટ ખુલ્લું થાય છે ત્યારે દાન કરનારની કીર્તિને બદલે અપકીર્તિ થાય છે. પિતાના પૈસાનું દાન કરવાનો અવસરે કીર્તિની ઈચ્છા રાખ્યા વિના શુદ્ધપાત્રમાં શુદ્ધદ્રવ્ય અને શુદ્ધભાવથી દાન કરવું એગ્ય છે. આ પ્રમાણે કરેલા દાનથી ચગ્ય કીર્તિ ફેલાયા વગર રહેશે નહીં.
શુદ્ધિ જર્મનુષણિી – કર્મને અનુસાર કાર્ય કરવાની બુદ્ધિ થાય છે. જેમ કોઈ માણસને અમુક વસ્તુથી લાભ થવાને હોય તે તેને તે વસ્તુને વેપાર કરવાની ઈચ્છા થાય, અને તેમાં પ્રવૃત્તિ કરતાં તે વસ્તુ તેને મળી આવી દ્રવ્યને લાભ થાય. આ ઠેકાણે અમુક વસ્તુને વેપાર કરવા રૂપ જે બુદ્ધિ થઈ તે પૂર્વકૃત કર્મને અનુસારે થઈ, તેમજ “તારના વૃદ્ધિદશી વિશ્વના જેવું કાર્ય થવાનું હોય તેવી પ્રવૃત્તિ કરવાની અભિલાષ થાય છે. આ સંબંધમાં વાલ્મિક રામાયણમાં કહ્યું છે કે –
નિત નવ દpપૂર્વ, નયૂ હેમા तथापिजाता रघुनन्दनस्य, विनाशकाले विपरीतवृद्धि ॥१॥" તાત્પર્ય એ છે કે– “સુવર્ણમય હરણ કેઈએ બનાવેલ નથી,પૂર્વે કેઈએ દેખ્યું નથી અને કેઈના સાંભળવામાં પણ આવતું નથી, તે પણ વિનાશ કાળે રામચંદ્રજીની બુદ્ધિ વિપરીત થઈ” તે આ પ્રમાણે બુદ્ધિ, ભાવી કાર્યને અનુસારે થાય છે. તે ઉપરથી ફલિતાર્થ એ નીકળે છે કે શુભાશુભ કાર્યમાં વિદ્વાનોએ સમ પરિણામ રાખવો અને હરેક પ્રયત્ન જેનાથી કર્મબંધ થાય એવાં તીવ્ર કષાયજનક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org