Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
(૨)
મકરન્દ્રભાઈ,.
વચ્ચે તમારી તબિયત ઘણી નરમ થઈ ગયાનું જાણ્યું હતું, પણ હવે સારું છે, અને તમે લોકો કેટલોક સમય મુંબઈ તો કેટલોક સમય નંદિગ્રામ હો છો એમ ભાઈ ઘનશ્યામ, સુરેશ વગેરે સાથે અવારનવાર વાતચીતમાં જાણેલું. છેલ્લાં થોડાક વરસથી ‘લોકસાહિત્ય’ને સંશોધનદષ્ટિએ જોવાનું મારે થાય છે, અને એ જીવંત ભારતીય પરંપરા વિશે વાંચવાલખવાનું અવારનવાર બને છે. મારો ઘણો સમય પ્રાકૃત—અપભ્રંશ સાહિત્યની અપ્રકાશિત કૃતિઓને સંપાદિત કરી પ્રકાશમાં મૂકવા પાછળ આપવાનો રહે છે, અને ત્રણેક વરસ ગુજરાતી ભાષાના ઐતિહાસિક વ્યાકરણને તૈયાર કરવામાં, તો હમણાં એકાદ વરસથી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મળતી કથા-વાર્તાઓનો કોશ તૈયાર કરવામાં સમય ખરચાય છે, એટલે મધ્યકાલીન ભક્તિસાહિત્ય, પદો, ભજનો વગેરેના સંશોધન-વિવેચન માટે ભાગ્યે જ સમય બચે છે. ‘નવનીત–સમર્પણ'માં અને અન્યત્ર તમારું ભજનોનું માર્ગદર્શન અને આસ્વાદ કરાવતું લખાણ વચ્ચે વચ્ચે જોઉં છું, પણ પુસ્તકાકારે જે પ્રકાશિત થયું છે તે જોઈ શક્યો નથી.
મારાં દાદીમાને ઘણાં વૈષ્ણવ અને સંતપરંપરાનાં ધોળ, ભજન, પદ, કંઠસ્થ હતાં અને નાનપણમાં મેં વારંવાર તેમની પાસેથી સાંભળેલાં. તેઓ તો ૧૯૫૭માં ગુજરી ગયાં, પણ ઠેઠ હમણાં મને થયું કે એ બધું તો હવે લુપ્ત થઈ રહ્યું છે તો જે કાંઈ મને થોડુંક યાદ છે તે ટપકાવી લઉં. આથી મેં ત્રીશેક જેટલાં ધોળ, ગરબી, ભજન વગેરે થોડાંક અધૂરાં, થોડાંક પૂરાં— નો પાઠ અને તેમના ઢાળ જે રીતે મને યાદ હતા તેના સ્વરાંકન સાથે (એક મિત્રની મદદથી) પ્રકાશન માટે તૈયાર કરી છપાવા મોકલી આપ્યાં છે, અને મહીનામાસમાં તે બહાર ૧પડશે. આનો નિર્દેશ હું એટલા માટે કરું છું કે પરદેશમાં હમણાં હમણાં આપણા સંત—ભક્તોના મધ્યકાલીન સાહિત્ય અંગે ખૂબ ઊંડાણ અને લગનથી સંશોધન થઈ રહ્યું છે— તે કદાચ તમે પણ જાણતા હશો. ચોથી આંતરરાષ્ટ્રીય ભારતીય
૨
અમદાવાદ
તા. ૨૫-૫-૮૮
૧. હિર વેણ થાય છે રે હો વંનમાં' સં. હરિવલ્લભ ભાયાણી, પ્રકા. ગુ.સા. અકાદમી, ઈ. ૧૯૮૮
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org