________________
કુવા કાંઠે
અચાનક એક અશ્વારોહી સૈનિકના ત્યાં પગલાં પડ્યાં. એને જોતાં જ સૌના હાથ દોરડા પર થંભી ગયા. ત્યાં તો એ સ્વારના રૂવાબદાર શબ્દો સંભળાયાં. “મારી સાથે જલ્દીથી પાણીથી ભરેલો કુંભ લઈ એક જણી ચાલે, પેલા ધોરી માર્ગ પર મારા સરદાર થોભ્યા છે. તેમને તરસ છીપાવવા પાણીની જરૂર છે.”
આ સાંભળી સૌ ધારિણી સામે જોવા લાગીએ.
અને ધારિણી જરાપણ ચહેરા પર વિકૃતિ આણ્યા સિવાય સેનિક તરફ જોઈ બોલી,
“ભલા ભાઈ, તરસ લાગી હોય તે અહીં કંઈ જળને ટે નથી. અમો ઉતાવળમાં છીએ. રાજ કરતાં આજ વધુ વિલંબ થયો છે. કદાચ હારા માલિકને ઘોડા ઉપરથી ઉતરી, જાતે પાણી પીવાનું ન પાલવતું હોય તો, એ અહીં આવેથી અમો એ સગવડ કરી દઈશું. એ માટે મીઠાં વચને માંગણું હેય. આવા કરડાકીના વચન ન ચાલે. હારી આજ્ઞા ઉઠાવવાની અમને નથી તો જરૂર, કે ત્યાં પાણું લઈ આવવાની અમને કંઈ ફુરસદ. જવાબ સાંભળતાં જ સૈનિકની આંખો રાતીચોળ થઈ, અને એ તડૂકી ઉ –
રમણી! ત્યારે ગર્વ ઉતારનાર હજુ કાઈ મરદ મળ્યો નથી લાગત! નારી જાતિને આ તે ગર્વ શોભે? પૂર્વે કેટલીયે વાર આ માર્ગે જતાં આવતાં પાણી પીવા થોભ્યા છીએ અને ઘોડા ઉપરથી ઉતરવાની જરૂર નથી પડી. મરદ જાત પ્રત્યેના સામાન્ય વિવેકનું પણ ભાન ન મળે! એરિત જીત એટલે બુદ્ધિનું દેવાળું ! પાણી પણ પાવું પડે અને સેવા પણ કરવી પડે !
ખબરદાર ! હારી ભૂલીને આગળ ન ચલાવતો? બકવાદ બંધ કરી હારા માર્ગે પડ. હારી સૂચના સમજણ કે ઉપદેશ અહીં છાર પર લી૫ણ જેવાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com