________________
કુવા કાઠે
નાવલિઆએ ઘડાવેલાં ઘરેણાં અને સમાજની કંઇ કંઇ વાતને સંભાર ભરાતો. ગામમાં નવી આવેલ એક લલનાએ ચંપાના સ્વામી દધિવાહન અને પ્રેયસી પદ્માવતીની વાત પણ છેડેલી. વાપિકાનો કાઠે કેવળ પાણી જ પૂરું પાડતે એમ નહીં પણ એ સિવાય તાજી, બાતમી આપનાર ગામના “ચોરા’ ની ગરજ પણ સારતે.
કેટલીક તરૂણીઓ આ સ્થળથી આગળ વધી સમિપવર્તી ઉદ્યાનના નાકા પર આવેલા કુવા પર પહોંચી ગઈ હતી. કુદરતે સર્જેલા મને રમ વાતાવરણમાં જળ ભરવાના કાર્યને થંભાવી, સંગીતની મોજ માનતી મધુર રાત્રે ગરબાનો આનંદ લૂટી રહી હતી. ટેળ ટપાં અને હાસ્ય મશ્કરી પણ છૂટથી અહીં ચાલી રહ્યાં હતાં. એકધારી સ્વતંત્રતા અને પુરુષ વર્ગની ગેરહાજરી એમાં પૂર્ણ સાથ આપી રહ્યાં હતાં. ઉગતી વય, ખીલતી જુવાની, પાંગરતાં અંગોપાંગ, સુસજ્જિત કેશ કલાથી
ભિત ચહેરાને વિવિધ પ્રકારી ડેલન, કોકિલ કંઠે થઈ રહેલાં મધુરાં ગાન, અને તાલી દેતાં થતાં કમળ દેહલતાના વિવિધ પ્રકારના અંગમરેડથી જમાવટ એવી તો સુંદર થઈ હતી કે એ વેળા ત્યાં એકાદ ત્યાગીના પગલાં પડયાં હેત તો, એ પણ ઘડીભર મુગ્ધ થયા વિના ન રહેવા પામત. રાગી માનવાનું તો કહેવું જ શું ? મન માણી મજા લૂંટતી આ રમણઓ સૂર્ય દેવની કળાના સંકેચને અને નજીક આવતી સંધ્યાની પગલીને પણ જોવા જેટલા ભાનમાં નહાતી રહી.
ચંદ્રાનના નામા એક યુવતિ એકાએક બોલી ઉઠી. અરરર ! સખી બિન્દુ ! પાણી ભરવા આવેલી ડું મારી માતાની સૂચના તો સાવ વીસરી ગઈ ! મારે તે જલ્દી બેડું ભરી ઘેર પહોંચવાનું હતું. મારા નાના ભાઈને વૈવ રામગોપાળ પાસે લઈ જવાનો હતો. જેને સંધ્યા તો આવી લાગી. વૈદ્યરાજ હવે મળવાના નહીં, ઠપકે સાંભળવા પડશે.
કનકમાળા–એહ! એમાં આટલી તળે ઉપર શું થાય છે? ચંદ્રા, ને વિલંબ થયે જાણી, હારા મોટાભાઈ વિરેચન કેમ ધાર્યું કે વેલપાસે નહીં ગયા હાય ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com