________________
* સતી શિરોમણી ચંદનબાળા કનકમાળા, તું પણું શું કહેતી હઈશ. દરેક કામ મોટા ભાઇના માથે જ ઠોકવું એમ ? પિતાજીના મરણ પછી ઘરને ભારે તો તે જ ઉપાડી રહ્યા છે. એ તે બધું કરી છૂટે પણ આપણે કંઈ જેવું કે નહિ? ચાલે, જલ્દી આટોપ. હું તો ચાલી. બિન્દુ, તું આવે છે કે ? આટલે. ધારિણીબાનો ગરબો થઈ જવા દે. સંગીતનો આનંદ માણવાનો આજે આગ્રહ કરી તેડી લાવી છું. આવા રસ લૂંટણ રોજ નથી સાંપડતાં અને કુંવરીબાના આગમન પણ રેઢાં નથી પડયાં ! કેઈક જ વાર સરખી જેડ જામતાં રંગ જામે છે. મારે નિકટના સહીપણા હોવા છતાં સંગીત દક્ષતામાં એ આટલી હદે આગળ વધી ગયા છે એ મેં તે આજે જ જાયું.
તેમના કંઠની મધુરતાથી ગામમાં કોણ અજાણ છે ? વારૂણી આંખો મટમટાવતાં બેલી અને કહેવા લાગી કે –
એ રહ્યાં જમીનદારના પુત્રી ! ક્ષત્રિય કુમારિકા ! વળી માતુશ્રીના ગુજરી જવાથી પિતા એવા હરનામસિંગના એમના પર ચાર હાથ છે. કુંવરી સિવાય ફરજદમાં અન્ય ન હોવાથી એમની પાછળ આપણા જમીનદાર ધન તો પાણી માફક વાપરે છે. પછી એ સંગીત નિષ્ણાત બને એમાં શી નવાઈ ! સારો દિન ગાયા કરે તે રોકનાર કોણ છે? આપણી માફક ઓછી જ એમને લાજપ વળગેલી હોય છે. અભ્યાસથી સર્વ કંઈ સિદ્ધ થાય છે. તે એકાદી સંગીત કળા માટે શું કહેવું?
માલિકા-વારૂણી, તું તો દરેક વાતમાં રામની રામાયણ સજે છે. બિન્દુનો આશય તે આપણું સર્વેમાં ધારિણીબેન સંગીતકળામાં શ્રેષ્ઠ છે એ બતાવવાનો હતો. તે તે એના ઉપર ભાષ્ય રચી નાંખ્યું. ઉતાવળ સૌને છે પણ આ છેલ્લે ગરબા ગાયા પછી જ બીજી વાત..
- મલ્લિકાની હાકલ પછી સૌ એક ચિત્તે ગરબો ગાવામાં પરોવાયા. ખૂબ આનંદ માણ્યો. ગરબો પૂરે થતાં જ ગાગર ભરવાની હરિફાઈ
આરંભાઈ. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com