________________
સોળસપ્તતિઃ ગાથા-૧ - ગ્રંથકારનું મંગલાદિ ૭ २, महाक्षरं महार्थम् ३, अल्पाक्षरमल्पार्थं ४ चेति । प्रस्तुतं च शास्त्रमल्पाक्षरं महार्थं चेति प्रथमभेदे वर्त्तते, ततो नमस्कारमपि तथाभूतमेवाह-'नमिऊण तिलोय' इति । नत्वा, इह नमस्कारश्चतुर्धाद्रव्यतो न भावतः पालकादीनाम् १, भावतो न द्रव्यतोऽनुत्तरसुराणाम् २, न द्रव्यतो न भावतः कपिलादीनाम् ३, द्रव्यतो भावतश्च
- સંબોધોપનિષદ અર્થ મહાન છે. (૨) મહાક્ષર અલ્પાર્થ = જેમાં અક્ષર ઘણા છે પણ અર્થ અલ્પ છે. (૩) મહાક્ષર મહાર્થ = જેમાં અક્ષર પણ ઘણા છે અને અર્થ પણ ઘણો છે. (૪) અલ્પાક્ષર અલ્પાર્થ = જેના અક્ષર પણ અલ્પ છે અને અર્થ પણ અલ્પ છે.
પ્રસ્તુત શાસ્ત્ર અલ્પાક્ષર+મહાર્થ છે માટે તે પ્રથમ પ્રકારમાં આવે છે. માટે નમસ્કાર પણ તેવા પ્રકારનો જ કહે છે
નમસ્કાર કરીને, અહીં નમસ્કાર ચાર પ્રકારનો હોય છે
(૧) દ્રવ્યથી, ભાવથી નહીં. જેમ કે પાલક વગેરેનો નમસ્કાર. (૨) ભાવથી, દ્રવ્યથી નહીં. જેમ કે અનુત્તર દેવતાઓનો નમસ્કાર. (૩) દ્રવ્યથી પણ નહીં અને ભાવથી પણ નહીં, જેમ કે કપિલ વગેરેનો. (કપિલકેવળીની વિવક્ષા હોય તો તેઓ કેવળી હોવાથી તેમણે દ્રવ્ય-ભાવ એક પણ નમસ્કાર કરવાનો હોતો નથી. મરીચિશિષ્યરૂપ કપિલ હોય તો “તેણે આરાધ્યરૂપે તીર્થકરને ન માન્યા હોવાથી એક પણ નમસ્કાર ન કર્યો હોય એવું સંભવે છે.) (૪) દ્રવ્યથી પણ