________________
सम्बोधसप्ततिः ગાથા-૧ - ગ્રંથકારનું મંગલાદિ कर्तुः सत्त्वानुग्रहः परम्परमपवर्गप्राप्तिः, श्रोतुः पुनरनन्तरं शास्त्रार्थपरिज्ञानं परम्परं तस्याप्यपवर्गप्राप्तिः । इति समासार्थः ॥ व्यासार्थस्तूच्यते-अत्र यद्यपि कायमनोद्वारकोऽपि नमस्कारो विघ्नविघातकृत्तथाऽपि सर्वेषामपि श्रोत्रादीनामशेषविघ्नविध्वंसनाय इह देवतास्तवाभिधानपुरस्सरमेव प्रवर्तमानत्वेनेष्टदेवतास्तवबुद्धरत्यन्तनिष्कम्पता भवत्विति शास्त्रादौ वाचिको
– સંબોધોપનિષદ્ છે જીવો પર ઉપકાર, અને પરંપર પ્રયોજન છે મોક્ષપ્રાપ્તિ. શ્રોતાનું અનંતર પ્રયોજન છે શાસ્ત્રનું પરિજ્ઞાન અને પરંપર પ્રયોજન તો તેનું પણ મોક્ષપ્રાપ્તિ જ છે. આ રીતે સંક્ષિપ્ત, અર્થ કહ્યો. હવે વિસ્તૃત અર્થ કહેવાય છે -
અહીં ભલે શરીર અને મન દ્વારા થતો નમસ્કાર પણ વિનનો વિઘાત કરનારો છે. તો પણ શ્રોતા વગેરે સર્વના વિક્નોનો વિનાશ કરવા માટે અહીં દેવતાના સ્તવને કહેવા પૂર્વક જ પ્રવૃત્તિ કરતી હોવાથી ઈષ્ટદેવતાના સ્તવની બુદ્ધિ અત્યંત નિશ્ચલ થાઓ એવી ભાવનાથી શાસ્ત્રની શરૂઆતમાં વાચિક ઈષ્ટદેવનો સ્તવ કહ્યો છે.
આશય એ છે કે જો ગ્રંથકારશ્રી ગ્રંથમાં નમસ્કારદ્યોતક વચન ન કહે અને માત્ર શરીર અને મન દ્વારા જ નમસ્કાર કરી દે, તો પણ વિઘ્નનો વિઘાત તો થવાનો જ હતો. પણ તેમાં તકલીફ એ થાય કે શ્રોતા વગેરેના વિનોનો વિઘાત ન થાય, માત્ર પોતાના જ વિદનનો વિઘાત થાય.