________________
ગાથા-૧ - ગ્રંથકારનું મંગલાદિ सम्बोधसप्ततिः नमिऊण तिलोयगुरूं, लोयालोयप्पयासगं वीरं । संबोहसत्तरिमहं, रएमि उद्धारगाहाहिं ॥१॥
व्याख्या - इहाद्यपदद्वयेनेष्टदेवतास्तव–अन्त्यपदद्वयेन त्वभिधेयमाह। सम्बन्धप्रयोजने तु सामर्थ्यगम्ये । तथाहि सम्बन्धस्तावदुपायोपेयलक्षणः, साध्यसाधनलक्षणो वा । तत्रेदं शास्त्रमुपायः साधनं वा, साध्यमुपेयं वा शास्त्रार्थपरिज्ञानमिति। प्रयोजनं कर्तुः श्रोतुश्च, पुनरनन्तरपरम्परभेदादेकैकं द्विधा, तत्रानन्तरं
સંબોધોપનિષદ્ સમાવેશ કરતી ગાથા કહે છે -
ત્રિલોકગુરુ લોકાલોકપ્રકાશક એવા શ્રી વીરપ્રભુને નમસ્કાર કરીને હું ઉદ્ધારગાથાઓથી સંબોધસપ્તતિની રચના કરું છું. ||૧||
અહીં પ્રથમ બે પદથી ઈષ્ટદેવતાસ્તવ કહ્યો છે, અને અન્ય બે પદથી અભિધેય કહ્યું છે. સંબંધ અને પ્રયોજન તો સામર્થ્યથી જણાય છે. તે આ પ્રમાણે - સંબંધ બે પ્રકારનો હોય છે, (૧) ઉપાયોપેયરૂપ (૨) સાધ્યસાધનરૂપ. તેમાં આ શાસ્ત્ર ઉપાય કે સાધન છે. અને શાસ્ત્રના અર્થનું પરિજ્ઞાન થાય એ સાધ્ય કે ઉપેય છે. પ્રયોજન બે પ્રકારનું છે. (૧) કર્તાનું અને (૨) શ્રોતાનું. તે પ્રત્યેક પણ અનંતર અને પરંપર એમ બે પ્રકારનું છે. તેમાં કર્તાનું અનંતર પ્રયોજન