________________
सम्बोधसप्ततिः
વૃત્તિકારનું મંગલાદિ ર્તવ્ય: । તથા-‘શ્રૃત્વાભિધેયં શાસ્ત્રાવી, પુરુષાર્થોપારમ્ । श्रवणादौ प्रवर्तन्ते, तज्जिज्ञासादिनोदिताः || १ ||" इत्यभिधेयम् । तथा सत्यप्यभिधेये कर्तव्ये श्रोतव्ये विविधे स्वल्पेऽपि कर्मणि प्रयोजनमनुद्दिश्य न मन्दोऽपि प्रवर्तते इति प्रयोजनम् ॥ तथा सत्यपि त्रये - "श्रुत्वा शास्त्रस्य सम्बन्धं श्रोतुरादरकारिता । जायतेऽनेन शास्त्रादौ वक्तव्योऽनेकधा स च ॥१॥" इति सम्बन्धश्च वक्तव्य इत्यालोच्य चतुष्टयमपि प्रतिपिपादयिषुरादावेव शास्त्रकारो गाथामाहસંબોધોપનિષદ્ કરવો જોઇએ. તથા અભિધેય = શાસ્ત્રમાં શું કહેવાનું છે, તે પણ કહેવું જોઇએ કારણ કે શાસ્ત્રની શરૂઆતમાં પુરુષાર્થને ઉપકારક એવા અભિધેયને સાંભળીને તેની જિજ્ઞાસાથી પ્રેરિત થયેલા શ્રોતાઓ શાસ્ત્રના શ્રવણ, મનન વગેરેમાં પ્રવૃત્તિ કરે છે. આ રીતે અભિધેય કહ્યું.
વળી પ્રયોજન પણ કહેવું જોઇએ, કારણ કે અભિધેય હોવા છતાં પણ કર્તવ્ય અને શ્રોતવ્ય એવા વિવિધ નાના પણ કાર્યમાં પ્રયોજન વિના તો મંદ પણ પ્રવૃત્તિ કરતો નથી. માટે પ્રયોજન કહેવું જોઇએ. વળી ત્રણે હોવા છતાં પણ સંબંધ કહેવો જોઇએ કારણ કે શાસ્ત્રનો સંબંધ સાંભળીને શ્રોતાને આદર થાય છે. તે સંબંધ અનેક પ્રકારનો છે. માટે શાસ્ત્રની આદિમાં સંબંધ કહેવો જોઇએ. આ રીતે વિચાર કરીને એ ચારે કહેવાની ઇચ્છાથી શાસ્ત્રકાર શરૂઆતમાં જ એ ચારેનો