________________
सम्बोधसप्ततिः
વૃત્તિકારનું મંગલાદિ
છે સત્ત્વોથસપ્તતિઃ |
प्रणिपत्य सत्यकीर्ति, विलसद्वरसिद्धिदानकल्पतरुम्। श्रीपार्श्वनाथमधिपं, विकसद्गुणकुसुममतुलफलम्॥१॥ महितं सुरनरनिकरैः, सहितं शिवसम्पदा सदा सहितम्। श्रीवर्धमानजयिनं, स्तुत्वा श्रीवर्धमानजिनम् ॥२॥ श्रीजिनदत्तयतीन्द्रं, विनमद्भूपालमालमतिचन्द्रम् । यशसो धवलिम्ना धुरिं, धृत्वा हृदि सपदि निस्तन्द्रम्॥३॥
– સંબોધોપનિષદ્ – જેમની કીર્તિ સત્ય છે, જેઓ વિલાસ કરતી ઉત્તમ સિદ્ધિનું દાન આપવામાં કલ્પતરુ સમાન છે, જેમનામાં ગુણરૂપી પુષ્પો વિકાસ પામી રહ્યા છે, જેમનું ફળ અતુલ્ય છે એવા શ્રી પાર્શ્વનાથસ્વામિને પ્રણામ કરીને....૧
જેઓ દેવો અને મનુષ્યોના સમૂહોથી પૂજિત છે, જેઓ શિવસંપત્તિથી સહિત છે, જેઓ સદા હિતયુક્ત છે, જેઓ આઈજ્યલક્ષ્મીથી વૃદ્ધિ પામે છે, જેમણે આંતર શત્રુઓ પર વિજય મેળવ્યો છે એવા શ્રી વર્ધમાનજિનની સ્તુતિ કરીને....૨
જેમને રાજાઓની શ્રેણિ નમસ્કાર કરે છે, જેઓ ચંદ્રથી પણ સૌમ્ય છે, જેઓ યશની ઉજ્જવળતાથી અગ્રેસર છે, જેઓ તંદ્રારહિત છે, એવા શ્રીજિનદત્તસૂરિને શીઘ્રતાથી હૃદયમાં ધારણ કરીને...૩