________________
ગાથા-૧ - ગ્રંથકારનું મંગલાદિ કવો સતતિઃ ऽभीष्टदेवतास्तवोऽभिहितः । नमस्कारश्च शास्त्रानुरूपः सम्यगौचित्यवान् । शास्त्रं च चतुर्धा-अल्पाक्षरं महार्थम् १, महाक्षरमल्पार्थम्
– સંબોધોપનિષદ્ - પ્રશ્ન - જેમ ગ્રંથકાર શરીરથી અને મનથી નમસ્કાર કરે, તો તેમના વિઘ્નોનો વિઘાત થઈ જાય. તે જ રીતે શ્રોતાઓ પણ શરીરથી-મનથી નમસ્કાર કરી લેશે, અને તેનાથી જ તેમના વિનોનો વિધ્વંસ થઈ જશે, માટે નમસ્કાર વાચક વચન કહેવાની જરૂર જ ક્યાં છે ?
ઉત્તર - માનસિક નમસ્કારને નિશ્ચલ બનાવવા માટે વાચિક નમૅસ્કાર ઉપયોગી બને છે. “વંદન' આટલું મનમાં વિચારો, વચનથી બોલો અને કાયાથી તેને અનુરૂપ પ્રવૃત્તિ કરો, એ ત્રણેની શક્તિ અને પ્રભાવ અલગ અલગ જ હોય છે, એ અનુભવ સિદ્ધ છે. વળી ગ્રંથકારે પ્રગટરૂપે નમસ્કાર વચન મુક્યું છે તો પ્રત્યેક શ્રોતાને તેનું શ્રવણ થશે અને માનસિક અને કાયિક નમસ્કાર પણ સંભવિત બનશે. અન્યથા તો એવું પણ બને કે શ્રોતાવિશેષને ઇષ્ટદેવતા નમસ્કાર યાદ પણ ન આવે. આ રીતે વાચિક ઈષ્ટદેવતાસ્તવ | નમસ્કાર કર્યો છે તે ઉચિત જ છે.
નમસ્કાર શાસ્ત્રને અનુરૂપ હોય તો એ સમ્યક્ રીતે ઉચિત બને છે. અને શાસ્ત્ર ચાર પ્રકારનું છે -
(૧) અલ્પાક્ષર મહાર્થ = જેમાં અક્ષર ઓછા છે, પણ