________________
સમયસાર : આત્મખ્યાતિ
જેમજ, સ્યાદ્વાદ શબ્દબ્રહ્મના અનન્ય સમુપસાનથી, નિખુષ યુક્તિના પ્રબળ અવલંબનથી, સદ્ગુરુ પ્રસાદરૂપ શુદ્ધાત્મતત્ત્વના સમર્થ અનુશાસનથી અને પરમાનંદમય આત્માનુભવરૂપ તીવ્ર સ્વસ જન્મ પામેલો પોતાના આત્માનો સમસ્ત “સ્વ વિભવ' આ શાસ્ત્રનો પરમાર્થઆશય અનંતગુણવિશિષ્ટ બળવાનપણે અપૂર્વ સોળે કળાથી પ્રકાશિત કરવામાં સર્વાત્માથી ખર્ચી નાંખી, અક્ષરે અક્ષરે પદે પદે પરમ અમૃત વર્ષાવી પોતાના “અમૃતચંદ્ર અભિધાનને સાર્થક કર્યું છે.
અને તેવા પ્રકારે ગદ્ય ભાગ ઉપરાંત શુદ્ધાત્માનુભૂતિમય અનુપમ “કળશ” કાવ્યોથી વિશિષ્ટપણે સમલકત આ “આત્મખ્યાતિ' પરમ “અમૃત ટીકાના વરમાં વર (Choicest) શબ્દ, અર્થ, પરમાર્થ, તત્ત્વ, આશય, ભાવ, કવિત્વ, ગ્રંથના, શૈલી, આત્માનુભૂતિ આદિ પ્રત્યે સહજ દૃષ્ટિપાત કરતાં કોઈ પણ સશ સહદય વિવેકી વિચક્ષણને તતક્ષણ સુપ્રતીત થવા ઉપરાંત ચોક્કસ ખાત્રી થાય એમ છે કે - અમૃતચંદ્રજીએ પણ અત્ર પોતના આત્માનો સમસ્ત “સ્વ વિભવ' ખર્ચી નાંખવામાં લેશ પણ કસર કરી નથી, એટલું જ નહિ પણ પરમ ઉદારતા કરી છે અને એટલા માટે જ અમૃતચંદ્રજીના દિવ્ય આત્માની પરમ ખ્યાતિ પોકારતી આ અનુપમ “આત્મખ્યાતિ' સુકતિથી અને તેના પરમ વિશિષ્ટ અંગભૂત પરમ અનુભવરસ પૂર્ણ અલૌકિક મૌલિક કળશ કાવ્ય સર્જનથી સાનંદાશ્ચર્ય અનુભવી સર્વ પ્રાજ્ઞજનો પદે પદે મુક્તકંઠે પોકારે છે કે - ધન્ય અમૃતચંદ્ર !”
૪૦