________________
સમયસાર : આત્મખ્યાતિ
तं एयत्तविहत्तं दाएहं अप्पणो सविहवेण ।
जदि दाएज पमाणं चुक्किज छलं ण घेत्तव्वं ॥ (ગાથા-સઝાય) એકત્વ વિભક્ત તે દાખવું રે, આત્મવિભવ અનુસાર; જે દાખું પ્રમાણો ચૂકું, છલ મ ગ્રહો કો વાર... રે આત્મન ! વંદો સમયસાર.
અર્થ - એકત્વથી વિભક્ત એવો તે આત્મા હું આત્માના સ્વવિભવથી દર્શાવું, જે દર્શાવું પ્રમાણ કરવું, ચૂકું તો છલ ન રહવું.
ઉપરમાં કહ્યું તેમ આ જગતમાં જ્યાં જુઓ ત્યાં પરસંબદ્ધ અશુદ્ધ આત્માનું અશુદ્ધત્વ સંભળાય છે, પણ આત્મારામી શુદ્ધ આત્માનું શુદ્ધત્વ તો જવલ્લે જ સાંભળવામાં આવે છે. અર્થાત એકવનિશ્ચયગત શુદ્ધ આત્માની તત્ત્વવાર્તા સુલભ નથી, અત્યંત દુર્લભ છે, એટલે જ જ્યાં એક અદ્વૈત આત્મા સિવાય બીજું કાંઈ નથી એવું જે આત્માનું એકત્વ અસુલભપણે - દુર્લભપણે આગલી ગાથામાં દર્શાવ્યું, તે અત્ર આ સમયસાર શાસ્ત્રમાં દર્શાવવામાં આવે છે. અત્રે શાસ્ત્રકર્તા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ - “તે એકત્વ વિભક્ત આત્મા આત્માના સ્વવિભવથી હું દર્શાવું' - એવી મહામનોરથમયી મહાપ્રતિજ્ઞા કરી પરમ મૃદુ, - ઋજુ ભાવથી વિજ્ઞપ્તિ કરી છે કે – “જો હું દર્શાવું તો પ્રમાણ કરવું, પણ ચૂકે તો છલ ન રહવું - છત્ન ન દેત્તળું ” એ ભાવને પરિસ્કટ કરતાં “આત્મખ્યાતિ' કર્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી પ્રકાશે છે કે - “જે કોઈ પણ મ્હારા આત્માનો સ્વવિભવ છે તે સમસ્તથી જ “આ” (પ્રત્યક્ષ અનુભવાઈ રહેલો આત્મા એવો) હું તે એકત્વ વિભક્ત આત્મા દર્શાવું એમ બદ્ધવ્યવસાય છું’, અર્થાતુ હારા આત્માનો જે કોઈ પણ હારા આત્માનો “સ્વ વિભવ' - પોતાનો વૈભવ આત્મસંપદુ સમસ્તથી જ તે એકત્વ વિભક્ત આત્મા દર્શાવું એમ કૃતનિશ્ચય છું.
આ શુદ્ધ આત્માનું દર્શન કોણ કરાવી શકે ? જેણે આ શુદ્ધ આત્માનું આત્મસાક્ષાત્કાર દર્શન કર્યું હોય છે. તેવા તથારૂપ શુદ્ધ આત્માનું આત્મસાક્ષાત્કાર રૂપ સાક્ષાત્ અનુભવ - દર્શન જેણે કર્યું છે એવા સાક્ષાતુ : આત્મદેશ આચાર્યજી સાક્ષાત દર્શાવવાની અત્ર આવી પરમ ઉદાત્ત આત્મભાવનામયી મહાપ્રતિજ્ઞા કરી છે. આવી આ મહાપ્રતિજ્ઞા કરનારા મહાવિભૂતિ પરમર્ષિ કુંદકુંદાચાર્યજીના આત્માનો સ્વવિભવ કેવો છે ? તેનું કુંદકુંદાચાર્યના દિવ્ય આત્માને ભવ્ય અંજલિરૂપ પરમ સુંદર પરિસ્કૂટ સ્પષ્ટીકરણ કરતાં, તેવા જ મહાવિભૂતિ સાક્ષાત્ આત્મદે “આત્મખ્યાતિ' ક7 પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી તે સ્વવિભવ જેનાથી જન્મ પામ્યો છે એવા ચાર અદ્દભુત કારણોને અત્ર ઉપન્યાસ કર્યો છે. તે આ પ્રકારે - “(૧) સકલ ઉદ્ભાસિ “સ્યાત્ પદથી મુદ્રિત શબ્દબ્રહ્મના ઉપાસનથી જન્મ છે
એવો, (૨) સમસ્ત વિપક્ષના લોદમાં નિર્દલનમાં-ચૂર્ણનમાં) ક્ષમ અતિ નિખુષ યુક્તિના અવલંબનથી જન્મ છે જેનો એવો, (૩) નિર્મલ વિજ્ઞાનઘનમાં અંતનિર્મગ્ન એવા પરાપર ગુરુઓથી પ્રસાદીકત શુદ્ધ આત્મતત્ત્વના અનુશાસનથી જન્મ છે જેનો એવો, (૪) અનવરત (નિરંતર) ચંદિ - અંદતા (ટપકતા, નિર્ઝરતા) એવા સુંદર આનંદથી “મુદ્રિત” અમંદ સંવિદાત્મક સ્વસંવેદનથી જન્મ છે જેનો એવો – સ્વ વિભવ છે.
આમ સત્ આગમ થકી, સત્ યુક્તિ થકી, સત્ ગુરુપ્રસાદ થકી અને સત્ સ્વસંવેદન થકી જેનો જન્મ થયો છે એવો હારા આત્માનો જે કોઈ પણ સ્વવિભવ છે, તે “સમસ્તથી જ (સર્વાત્માથી) હું એકત્વ વિભક્ત તે આત્મા દર્શાવું એમ નિશ્ચયવંત થયો છું.” અર્થાત્ સર્વ અન્ય ભાવથી વિભક્ત-ભિન્ન કરેલ - પૃથક પાડેલ એવા એકત્વવિભક્ત એક શુદ્ધ અદ્વૈત આત્મતત્ત્વરૂપ શુદ્ધ આત્માનું સમયસારનું નિરૂપણ કરવા આ સમયસાર શાસ્ત્રનું ગ્રંથન કરવા મ્હારો આત્મા આત્માની સમસ્ત આત્મશક્તિથી બદ્ધ પરિકર થયો છે. આત્માના સર્વ સ્વવિભવથી - આત્મ સમૃદ્ધિથી – આનૈશ્વર્યથી ઉદ્યત થયો છે. એટલે
૩૮