________________
સ્વરૂપ સહજમાં છે. જ્ઞાનીનાં ચરણસેવન વિના અનંત કાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં-૫૩૭ પણ એકત્વ તો “નિર્મલ વિવેક આલોકથી વિવિક્ત’ - વિશદ વિવેક – પ્રકાશથી બીજા બધાયથી સાવ જુદું અલાયદું ભાસે છે, તે “નિત્ય વ્યક્તતાથી અંત:પ્રકાશમાન સદાય પ્રગટપણે ખુલ્લ ખુલ્લા અંતરમાં પ્રકાશી રહ્યું છે, ઝળહળી રહ્યું છે, છતાં કષાયચક સાથે એકરૂપ કરાઈ રહ્યાપણાને લીધે તે અત્યંત “તિરોભૂત” થઈ ગયું છે - ઢંકાઈ ગયું છે - અવરાઈ ગયું છે, તેની આડો વિકૃત ચેતનભાવ રૂપ - વિભાવરૂપ કષાયચકનો અજ્ઞાન અંધકારમય પડદો - તિમિરપટ આવી ગયો છે. અર્થાત્ સદા સ્થિર પ્રકાશવંત રત્નદીપ સમું આ એકત્વ તો આત્માના સદા – પ્રગટપણે અંતરમાં પ્રકાશી રહ્યું છે, પણ આત્માએ કષાય - વિભાવનો અંધાર-પછેડો ઓઢ્યો છે અને તે વિભાવ - તમસુ પટલથી તિરોત હોઈ આ સ્વસ્વભાવભૂત એકત્વ તેને દેખાતું નથી. પણ વિવેક - આલોક - વિવેક - પ્રકાશ થાય તો આ એકત્વ તત્કાલ વિવિક્ત - અલગ - પૃથક દેખાય અને સ્વ - પર ભેદવિજ્ઞાન રૂપ આ વિવેકની પ્રાપ્તિ તો મુખ્યપણે સદગુરુને આધીન છે, એટલે વિવેકજન્ય આત્મજ્ઞાન રૂપ સન્માર્ગની પ્રાપ્તિમાં આત્મજ્ઞાની આત્મારામ વીતરાગ સદ્દગુરુનું એકનિષ્ઠ ઉપાસન એ પરમ ઉપકારી મુખ્ય નિમિત્ત સાધન છે, સાક્ષાતુ સદ્દગુરુ ઉપાસના થકી જ મુખ્યપણે જીવ સન્માર્ગનો લક્ષ પામે છે.
જે પુરુષ સદ્ગુરુની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મસ્વરૂપનો નિર્ધાર કરે છે તે માત્ર પોતાના સ્વચ્છંદના ઉદયને વેદે છે એમ વિચારવું ઘટે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક
“ગગન નગરમેં અધ બીચ કૂવા, ઉહાં અમીકા વાસા, સગરા હોવે સો ભર ભર પીવે, નગરા જાવે પ્યાસા.” - શ્રી આનંદઘન, પદ૯૮
આમ વિવેક-આલોક અર્પનારા આત્મા સદ્ગુરુનું સમુપાલન જીવને પરમ ઉપકારી થાય છે, પણ પૂર્વે આ અનાત્મણ જીવે તેવા તથારૂપ આત્મજ્ઞનું કદી પણ ઉપાસન કર્યું નથી, એટલે તેને વિવેક-આલોકની પ્રાપ્તિ થઈ નથી અને એટલે જ વિવિક્ત - સર્વ અન્ય ભાવથી ભિન્ન - પૃથફ એવું તે કેવલ એકત્વ તો તેણે કદી પૂર્વે સાંભળ્યું નથી, કદી પણ પૂર્વે પરિચય કર્યું નથી અને કદી પણ અનુભવ્યું નથી, “અતઃ એકત્વની પ્રાપ્તિનું સુલભત્વ નથી - સંત ઋત્વા ન સુત્તમત્વે |
એટલા માટે જ આનું આ (એકત્વ) ઉપદર્શાવાય છે –