________________
ડેમી રાજાનું પતન વદ એકમે શરૂ કરેલે. એ છ મહિનામાં પાંચ દિવસ એ છે પૂરાયે. હવે મહિના ગણે. માગશરથી પિષ-માહ-ફાગણ -ચૈત્ર-વૈશાખ-જેઠ, એમ જેઠ વદ એકમ લગભગ છે મહિના પૂરા થાય, એમાં પાંચ દિવસ એાછા એટલે માગશર વદ એકમથી જેઠ સુદ ૧૧ લગભગ ત્યાં સુધી ચેવિહાર ઉપવાસ! આમાં ગરમીના મહિના કેવા આવ્યા? આખે ફાગણ, ચૈત્ર, વૈશાખ ત્રતુની ગરમી કેવી પડે ? પાછું એમાં મધ્યાહન કાળ પછીની શિક્ષા અભિગ્રહ છે, એટલે એ વખતે કેવા તાપમાં ઘર ઘર ફરવાનું? તે ય ઉપરાપર દહાડાના દહાડા અને મહિનાના મહિના! તરસ કેવી જલદ લાગે! તેય આ સહું ભગવાને, આપણે તે શું સહીએ છીએ ? જરાક જરાકમાં આકુળ વ્યાકુળ થઈ જતાં શરમ ન આવે કે “કેવું સહન કરનારા ભગવાનને સેવક થઈને આ હું શું કરી રહ્યો છું? મારે તે એ નાથને માથે ધર્યા પછી કષ્ટ સહવાનું તે “કુછ નહિ” માનીને સહવું જોઈએ.” બસ, આ અને બીજાં આલંબન પકડી સહિષ્ણુતા ગુણ જેમ વધારાય તેમ શુભ અધ્યવસાય પ્રબળ બનતું જાય.
તત્વજિજ્ઞાસાદિ વધવા પર -
એમ તત્વની જિજ્ઞાસા–શુશ્રષા–અનુમોદનાને ગુણ વધારતાં પણ શુભ અધ્યવસાય પ્રબળ બને. સામાન્ય રીતે તત્વની જિજ્ઞાસાદિ હેય એ જુદું, ને એને જેસ વધારાય એ જુદું. તત્વજિજ્ઞાસા-શુશ્રષાગુણ એ રીતે