________________
રુમી રાજાનું પતન આમાં એટલું ધ્યાન રાખવાનું કે માત્ર શુદ્ધ ગુણને જ અનુરાગ અને પક્ષપાત કરવાને. એમાં મનમાં પિતાની જાતને ઉત્કર્ષ નહિ લાવવાનું કે કે મારે સરસ ગુણ!” ના, હારો-બાર કશું નહિ, માત્ર “ગુણ ચીજ કેવી ઉમદા !” એ ભાવ થવો જોઈએ. નહિતર ગુણપ્રેમ કરવા જતાં માંહી અભિમાનદોષ ઘુસી જાય. બાકી શુદ્ધ ગુણાનુરાગમાં તે બીજા આરંભ–પરિગ્રહાદિ દોષે પર અભાવ , એટલે કે દોષની ઘણાનો ગુણ ખીલે. - સ્વકીય ગુણની આ વાત થઈ. એમ પરના ગુણને અનુરાગ વધી જાય એમાં પણ શુભ અધ્યવસાયની ધારા વધે. એમાં ઉછાળો એ રીતે કે સામાના ગુણ પર પ્રેમ વધતાં એનામાં રહેલી કોઈ બીજી ત્રુટિના લીધે એ વ્યક્તિ પર જે લેશમાત્ર પણ અરુચિ-ઘણ થતી હોય તેને શમાવી દે. આ જરૂરી પણ છે. દેષ-દુષ્કૃત્ય પર જ ઘણુ-તિરસ્કાર જોઈએ, પણ વ્યક્તિ પર નહિ. દોષિત માણસ તે દ્વેષનું નહિ પણ દયાનું પાત્ર છે. ગુણાનુરાગનું જોર વધતાં વ્યક્તિ પર દ્વેષ ચાલી જાય છે.
વળી ગુણાનુરાગ વધતાં પિતાને ગુણ તુચ્છ લાગે, અર્થાત્ પિતે ય ગુણસંપન્ન હોવા છતાં પિતાની જાત તુચ્છ લાગે. મનને એમ થાય કે “મારામાં શું છે? આ ભાઈને કે સચેટ ગુણ! આને ગુણ કેટલે ઉમદા !” એમ પણ ગુણાનુરાગનું જેસ વધે. એના પર શુભ અધ્યવસાયનું જોર વધે.